ધ્રોલ શહેરમાં દરેક ગામમાં અયોગ્ય વિભાગ દ્વારા ઉકાળાનું વિતરણ કરવામાં આવી રહ્યુ છે. ત્યારે જાયવા ગામમાં સતત ત્રીજા દિવસે પણ ઉકાળાનું વિતરણ કરાયું હતંુ થોડા દિવસો પહેલા પટેલ મહિલાનો સ્વાઈન ફલુનો પોઝિટિવ કેસ સામે આવ્યો હતો ભયાનક રોગ ગામ સામે આવતા લોકોમાં ભયનો માહોલ સર્જાયો હતો.
ધ્રોલ આરોગ્ય વિભાગના જયેશ મેવાડાની અનુમતી મુજબ ચામુંડા ગરબી મંડળ દ્વારા ઉકાળાનું વિતરણ કરવામાં આવ્યું હતું.
ગરછબી આયોજક નીતિન ઝાલા, ગૌતમ ચૌહાણ, જીતેશ ઝાલા, દિનેશ રાણા દ્વારા માનવ સેવાકીય શહેરમાં પ્રસરી રહેલ ભયાનક રોગ સામે રક્ષણ આપતા ઉકાળાનું વિતરણ કરવામાં આવ્યું હતું.