અમરેલી જિલ્લાના રાજુલા તાલુકાના કોવાયા સ્થિત અલ્ટ્રાટેક કંપની દ્વારા વર્ષોથી મોટા પાયે સિમેન્ટનું ઉત્પાદન કરવામાં આવે છે. આ મહાકાય કંપની દ્વારા લાંબા સમયથી પ્રદુષણ ફેલાવવામાં આવી રહ્યુ છે જેને લઈને અરબ સાગરમાં આવેલ ટાપુ પર વસેલ શિયાળ બેટ ગામને પારાવાર નુકશાન થઈ રહ્યુ છે ખુલ્લી હવામાં છોડવામાં આવતી બારીક ડસ્ટને લઈને ગ્રામજનોને હાર્ટ, કિડની ફેફસા સહિતના રોગોનું પ્રમાણ દિન પ્રતિદીન વધતી રહ્યુ છે. તદ્ ઉપરાંત આ કંપનીની પ્રાઈવેટ જેટીને લઈને સાગરખેડુઓને પણ ગંભીર પ્રકારનું નુકશાન થઈ રહ્યુ છે ઉપરાંત અલ્ટ્રાટેક કંપની દ્વારા સ્થાનિક ગામોને કોઈ પણ પ્રકારની સવલતો કે એજ્યુકેટેડ યુવાનોને રોજગારી પણ આપવામાં આવતી ન હોય જે અંગે શિયાળ બેટ ગામના સરપંચ હમિરભાઈ તથા અન્ય ગ્રામ જનો દ્વારા અલ્ટ્રાટ્રેક કંપનીને આ અંગે રજુઆત કરી પ્રશ્ન ઉકેલ નહિ આવે તો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલનની ચિમકી પણ ઉચ્ચારી હતી આ બાબતને કંપનીના હોદ્દેદારોએ હકારાત્મક અભિગમ દાખવી ગ્રામજનો માછીમારોને સાથે રાખી તમામ પ્રતિકુળ પ્રસ્નોનું સુખદ નિરાકરણ લાવવાની હૈયા ધારણા આપી છે.
Home Uncategorized રાજુલાની અલ્ટ્રાટેક કંપની દ્વારા ફેલાતા પ્રદુષણ સંદર્ભે શિયાળબેટ ગ્રામજનો દ્વારા ઉગ્ર રજુઆત