ડુપ્લીકેટ નોટોના ગુન્હામાં વોન્ટેડ બિહારનો મુખ્ય સુત્રધાર ઝડપાયો

1398

તળાજા તથા ઉમરાળા પોલીસ મથકમાં ર૦૧૬માં નોંધાયેલ ડુપ્લીકેટ નોટોના ગુન્હાનો મુખ્ય સુત્રધાર વોન્ટેડ આરોપીને ભાવનગર એસઓજી ટીમ અને ગુજરાત એટીએસની ટીમે પૂર્વ બાતમી આધારે બિહારના સીવાન જિલ્લામાંથી ઝડપી લઈ ધોરણસરની કાર્યવાહી કરી હતી.

વર્ષ ૨૦૧૬ માં ભાવનગર એસ.ઓ.જી. પોલીસે તળાજા તાલુકાના બાખલકા તથા ટાઢાવડ ગામે રેઇડ કરી કાળુભાઇ માધાભાઇ મોરી રહે. બાખલકા તા. તળાજા, દિલીપભાઇ વિસાભાઇ ચૌહાણ રહે. ટાઢાવડ તા. તળાજા, લાલજીભાઇ કાનજીભાઇ વિરડીયા રહે. માનપુર તા. ગારીયાધાર, ચુનીલાલ ઉર્ફે સુનીલ કુંરજીભાઇ ડુંગરાળીયા રહેવાશી વાજવડ તા. કપરાડા મુળ માનપુર તા. ગારીયાધાર, ભગવાનભાઇ વિસાભાઇ ચૌહાણ રહેવાશી ટાઢાવડ તા. તળાજાવાળાઓને  ભારતીય ચલણની બનાવટી રૂપિયા ૧૦૦૦ ના દરની નોટ નંગ- ૧૬ તથા રૂપિયા ૫૦૦ ના દરની નોટ નંગ-૩૨૩ કબ્જે કરવામાં આવેલ હતી અને કુલ પાંચ આરોપીઓની ધરપકડ કરવામાં આવેલ. જે ગુન્હામાં પકડાયેલ આરોપી ચુનીલાલ ઉર્ફે સુનીલ જે તે વખતે ગુન્હાનો મુખ્ય સુત્રધાર હતો અને તેને આ બનાવટી ચલણી નોટો બિહારના સુરજ ભૈયા પાસેથી લાવી બીજા આરોપીને આપેલ હતી આ તળાજા પોલીસ સ્ટેશનના ગુન્હામાં પકડાયેલ આરોપીઓ સિવાય ચુનીલાલ ઉર્ફે સુનીલે બીજી બનાવટી નોટો રવિભાઇ રામભાઇ રહે ઠોંડા તા. ઉમરાળા, મહેન્દ્રસિંહ ગંભીરસિંહ રહે. માનપુર, ગેમાભાઇ જીવાભાઇ રહેવાશી ભુતીયા, ઘનશ્યામભાઇ ઉર્ફે ભાણો રહે. નવાગામ, અશોકભાઇ વાણંદ રહે. વડીયાવાળાઓ આપેલ હોવાની  હકિકત જણાવતા ઠોંડા ગામેથી આરોપીઓને બનાવટી ચલણી નોટો સાથે ઝડપી પાડવામાં આવેલ અને તેઓ વિરૂધ્ધમાં ઉમરાળા પોલીસ સ્ટેશનમાં ગુન્હો રજીસ્ટર કરાવેલ હતો તે બંન્ને ગુન્હામાં સુરજ ઉર્ફે મોન્ટુ દિનાનાથ તપેશ્ર્‌વર મહતો રહેવાશી કન્હૌલી બસંતપુર ટોલા પોસ્ટ હુસેપુર નંદ થાના બસંતપુર જીલ્લો સિવાન રાજ્ય બિહારવાળાનું નામ ખુલવા પામેલ અને તે તપાસ દરમ્યાન પકડાયેલ નહી અને તેને વોન્ટેડ જાહેર કરવામાં આવેલ. વોન્ટેડ આરોપી સુરજ ઉર્ફે મિન્ટુ બાબતે એ.ટી.એસ. ગુજરાત અમદાવાદ ને માહિતી મળેલ હતી કે, આરોપી બિહાર રાજ્યના સિવાન જીલ્લામાં છે. જે હકિક્ત આધારે એટીએસ અમદાવાદના એક પી.એસ.આઇ. તથા ભાવનગર એસ.ઓ.જી.ના ઇન્ચાર્જ પોલીસ ઇન્સ. ડી.ડી.પરમાર તથા હેડ કોન્સ. અનિરૂધ્ધસિંહ ગોહિલ, પોલીસ કોન્સ. ધર્મેન્દ્રસિંહ ગોહિલની ખાસ ટીમ બનાવવામાં આવેલ અને બિહાર ખાતે તપાસમાં ગયેલ હતા આ  ટીમ છેલ્લા છ-સાત દિવસથી બિહાર રાજ્યમાં હતી અને આરોપી સુરજ ઉર્ફે મોન્ટુ દિનાનાથ તપેશ્ર્‌વર મહતોને બિહાર રાજ્યના સિવાન જીલ્લાના કન્હૌલી ખાતેથી ઝડપી પાડવામાં આવેલ. અને હાલ ભાવનગર એસ.ઓ.જી. ખાતે લાવવામાં આવનાર છે અને ઉપરોક્ત તળાજા તથા ઉમરાળા પોલીસ સ્ટેશનનોના જાલી નોટોના કેસમાં ધરપકડ કરવા કાર્યવાહી કરવામાં આવશે.

Previous articleબરવાળામાં પોલીસની કનડગતથી વેપારીઓ દ્વારા ઉચ્ચકક્ષાએ રજુઆત કરવામાં આવી
Next articleજિલ્લા સહકારી બેંકના અધિકારીનું સન્માન