હિંદુ સમાજના પવિત્ર પરશોત્તમમાસના અંતિમ દિવસે આજે શહેરના વિવિધ વિસ્તારોમાં બહેનો દ્વારા સામુહિક પુજન કરવામાં આવ્યું હતું. જેમાં બોરતળાવ સોમનાથ મંદિર તેમજ વાટલીયા પ્રજાપતિ સમાજની વાડી સહિત વિવિધ શિવમંદિરો તથા જાહેરમાં પુજનના કાર્યક્રમો યોજાયા હતાં. જેમાં બહેનોએ ઉત્સાહભેર પુજન-અર્ચન કરીને વ્રતની પૂર્ણાહુતી કરી હતી.