ભાવનગર મહાપાલિકાના મેયર સહિત હોદ્દેદારોની અઢી વર્ષની ટર્મ પુરી થતાં નવા મેયર સહિત હોદ્દેદારોની આજે મહાપલાીકામાં ચૂંટણી કરાઈ હતી. જેમાં આગામી અઢી વર્ષની ટર્મ માટે મેયર પદે મનભા મોરી ડે. મેયર પદે અશોકભાઈ બારૈય, સ્ટે ચેરમેન પદે યુવરાજસિંહ ગોહિલ, પક્ષના નેતા તરીકે પરેશભાઈ પંડયા અને ભાજપના દંડક તરીકે જલવીકાબેન ગોંડલિયાની વરણી કરવામાં આવી હતી જેને તમામ નગરસેવકો અધિકારી, પદાધિકારીઓ સહિતે શુભેચ્છા પાઠવી હતી.