જાફરાબાદ તાલુકાના વઢેરા અને રોહીસા ગામે શાળા પ્રવેશોત્સવ યોજાયો. જેમાં વઢેરા ગામે ડેપ્યુટી કલેક્ટર ડાભી, ચેતનભાઈ શિયાળ, વાઢેર તેમજ રોહીસા ગામે જિલ્લા વીએચસી વર્મા પોલીટીક કોલેજ પરમાર અને વિજાણંદભાઈ સરપંચની ટીમ સાથે શાનદાર રીતે ઉજવાયો. જેમાં હાઈસ્કુલના વિદ્યાર્થીઓને સામેલ કરાવી વૃક્ષારોપણનો કાર્યક્રમ પણ ઉજવાયો હતો.
જાફરાબાદ તાલુકાના વઢેરા તેમજ રોહીસા ગામે શાળા પ્રવેશોત્સવ યોજાયો. જેમાં વઢેરા ખાતે ડેપ્યુટી કલેક્ટર ડાભી, જિલ્લા ભાજપ મંત્રી ચેતનભાી શિયાળ અને શિક્ષણ અધિકારી એચ.ડી. વાઢેર અને રોહીસા ગામે અમરેલી જિલ્લાના વીએચસી વર્મા, પોલીટીક કોલેજ અને હરેશભાઈ પરમાર તેમજ રોહીસા ગ્રામ પંચાયતના સરપંચ વિજાણંદભાઈ વાઘેલા, તાલુકા ચેરમેન છગનભાઈ વાઘેલા તેમજ ઉપસરપંચ ભુપતભાઈ વાઘેલા, મહેન્દ્રસિંહ વાળા તેમજ શિક્ષણ સ્ટાફ તેમજ વઢેરા ખાતે સરપંચ કાનાભાઈ વાઘેલા, ઉપસરપંચ લખમણભાઈ બાંભણીયા, તાલુકા સદસ્ય મસરીભાઈ ગામના માજી સરપંચ લખમણભાઈ તથા નાનજીભાઈ બારૈયા તેમજ બહોળી સંખ્યામાં ગામ આગેવાનો બન્ને ગામમાં ઉપસ્થિત રહેલ અને સાથે સાથે હાઈસ્કુલના વિદ્યાર્થીઓને પણ સામેલ કરી બન્ને ગામમાં વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજાયો તેમજ બન્ને ગામોના વિદ્યાર્થીઓને પ્રથમ શાળા પ્રવેશ બાબત સ્કુલ તરફથી સ્કુલબેગ અને કીટ સાથે પ્રોત્સાહિત કરાયા હતા.