તાજેતરમાં ફેસબુક ઉપર માં મોગલની વિશે કેટલાક શખ્સો દ્વારા અભદ્ર ટીપ્પણી કરવામાં આવી હતી. જેનો ચારણ-ગઢવી સહિત વિવિધ સમાજો અને ભાવિકોમાં ભારે રોષ ફેલાયો હતો ત્યારે ભાવનગર ખાતે પણ ચારણ-ગઢવી સમાજ દ્વારા વિશાળ રેલી કાઢી આવેદનપત્ર આપવામાં આવ્યું હતું અને જવાબદાર સામે કડક કાર્યવાહી કરવા માંગ કરાઈ હતી.