ગાંધીનગર તાલુકા પંચાયતમાં પ્રમુખ અને ઉપપ્રમુખ પદ ગુમાવનાર કોંગ્રેસ તેમજ પક્ષના ૬ બળવાખોરોમાં સમજદારી આવતા આજે કારોબારી તેમજ સામાજિક ન્યાય સમિતિ હાંસલ કરવામાં સફળતા મેળવી હતી.ગાંધીનગર તાલુકા પંચાયતની આજે યોજાયેલ સામાન્ય સભામાં ભાજપની દરખાસ્ત સામે કોંગ્રેસે ૧૭ વિરુદ્ધ ૧૯ મતની બહુમતી સાથે આ બંને સમિતિઓ ઉપર કબજો જમાવ્યો હતો.જેમાં પ્રમુખ-ઉપપ્રમુખની ચુંટણી વખતે બળવો કરનાર કોંગ્રેસના ૬ સભ્યો સાથે સમાધાન થવા છતાં તેમનો કારોબારી સમિતિમાં સમાવેશ કરવામાં આવ્યો નથી.
ગાંધીનગર તાલુકા પંચાયતની આજે મળેલી સામાન્ય સભા કોઈ હોબાળા કે વાદવિવાદ શાંતિપૂર્ણ રીતે સંપન્ન થઇ હતી.જેમાં જેમાં પ્રમુખ-ઉપપ્રમુખની ચુંટણી વખતે બળવો કરનાર કોંગ્રેસના ૬ સભ્યો સાથે ગઈકાલે સમાધાન થઇ જતા તેઓ પક્ષમાં વિના શરતે પાછા ફર્યા હતા. જેમાં કોંગ્રેસે રાંધેજાના અપક્ષ સભ્ય રસિકભાઈ ઠાકોરના સમર્થનથી કુલ ૧૯ મત સાથે કારોબારી તેમજ સામાજિક ન્યાય સમિતિ હાંસલ કરી હતી.જયારે ભાજપ ધ્વારા કરાયેલી દરખાસ્તમાં ભાજપને બે અપક્ષ સભ્યોના સમર્થન સાથે ૧૭ મત સભ્યોના મત મળ્યા હતા. આ અગાઉ ગઈકાલે અને આજે સવારે કોંગ્રેસના પ્રદેશ નિરિક્ષકો સાથેની બેઠકમાં ૬ બળવાખોરોની ઘર વાપસીને મંજુરી આપી દેવામાં આવી હતી.આજની બેઠકમાં જીલ્લા પંચાયતના કારોબારી ચેરમેન અને જીલ્લા મહામંત્રી અરવિંદસિંહ સોલંકીએ દરેક કોંગ્રેસી સદસ્યોને મેન્ડેટ આપવા સાથે બંને સમિતિઓની રજૂઆત માટે પક્ષ તરફથી સત્તાવાર યાદી આપી હ્તી.
ગાંધીનગર તાલુકા પંચાયતમાં કારોબારી સમિતિની બહુમતીથી કરાયેલી રચનામાં ૯ સભ્યોની નિમણુક કરવામાં આવી છે.
જેમાં કુબેરસિંહ ગોલ, લાલજીભાઈ ચૌધરી, આશાબેન પટેલ, તારાબેન ડાભી, ગીતાબેન રબારી, ગોપાલજી ઠાકોર, જયોતિકાબેન બિહોલા,કંચનબેન સોલંકી તેમજ અપક્ષ રસિકભાઈ ઠાકોરની નિમણુક કરવામાં આવી છે. ગાંધીનગર તાલુકા પંચાયતમાં સામાજિક ન્યાય સમિતિની બહુમતીથી કરાયેલી રચનામાં પ્રકાશ વાણીયા, સરસ્વતીબેન ભીલ, ચીમનભાઈ સોલંકી, મનોજકુમાર અમીન અને મેનાબેન બ્રહ્મણીયાનો સમાવેશ કરવામાં આવ્યો છે. હવે પછી આ સમિતિઓની મળનારી બેઠકોમાં ચેરમેનની વરણી કરવામાં આવશે.
જેમાં કરોબારી સમિતિના ચેરમેન તરીકે કુબેરસિંહ ગોલ તેમજ સામાજિક ન્યાય સમિતિમાં પ્રકાશ વાણીયાની પસંગી નિશ્ચિત મનાઈ રહી છે.