આજે તા. ૧૫ જુનના રોજ ભાવનગર જિલ્લાનાં ઘોઘા તાલુકાનાં મોટા ખોખરા અને નાના ખોખરા ગામે રાજયના નર્મદા અને જળ સંપત્તિ વિભાગના નાયબ સચિવ એમ. ટી. શાહની ઉપસ્થિતિમાં કન્યા કેળવણી મહોત્સવ શાળા પ્રવેશોત્સવ- ૨૦૧૮ કાર્યક્રમ યોજાયો હતો
આ કાર્યક્રમો અંતર્ગત મોટા ખોખરા, વાડી વિસ્તાર, દંગાપરા, નાના ખોખરા ગામોની કુલ ૦૪ શાળાઓનાં કુલ ૧૧૦ વિધાર્થી બાળકોને ધોરણ ૦૧ માં નાયબ સચિવ એમ. ટી. શાહના હસ્તે વિધિવત પ્રવેશ આપવામાં આવ્યો હતો
આ પ્રસંગે નાયબ સચિવ એમ. ટી. શાહએ દૂર દૂરથી શાળાએ અભ્યાસ માટે આવતાં વિધાર્થીઓ માટેની ટ્રાંન્સપોર્ટેશન સુવિધાને લીલી ઝંડી દર્શાવી પ્રસ્થાન કરાવી અને જણાવ્યું હતું કે ક્ન્યા કેળવણી મહોત્સવ શાળા પ્રવેશોત્સવ-૨૦૧૮ કાર્યક્રમના માધ્યમથી દરેક સમાજની દિકરીઓ ભણી ગણી અને આગળ વધવા લાગી છે પ્રાથમિક અને માધ્યમિક શાળાઓમાં વરસાદી પાણીનો સંગ્રહ કરવાથી વિધાર્થીઓને પીવાનું શુદ્ધ પાણી મળી રહેવાની સાથે સાથે જળસંગ્રહ થશે પાણીની બચત થશે
આ પ્રસંગે મહાનુભાવોના હસ્તે આંગણવાડીના અને ધોરણ ૦૧ ના પ્રવેશ પામેલાં બાળકોને શૈક્ષણિક કીટ અપાઈ હતી તેમજ ધોરણ ૦૩ થી ૦૯ ના તેજસ્વી વિધાર્થીઓને કંપાસ, બુક ભેટ સ્વરૂપે આપવામાં આવેલ. દાતાઓનું પુસ્તક આપી સન્માન કરાયુ હતુ, બાળકો દ્વારા અભિનયગીત, યોગ નિદર્શન , વ્રુક્ષો બચાવો પાણી બચાવો, સ્વચ્છતા અભિયાન વિષયે સુંદર વક્તવ્યો રજુ કરાયા હતા. વ્રુક્ષારોપણ કરાયુ હતુ સમુહમાં રાષ્ટ્રગીત નું ગાન કરાયુ હતુ. આ કાર્યક્રમોમાં ગીતાબેન શાહ, જિજ્ઞેશ ધાંધલ્યા, પંકજ ત્રિવેદી, મહાશંકર પંડ્યા, સરંપચ છગન ડાભી, પ્રદિપસિંહ ગોહિલ, એસ. એમ. સી. અધ્યક્ષ મહાવિરસિંહ ગોહિલ, શાળાના શિક્ષકો, શિક્ષિકાઓ, આંગણવાડીના વર્કરો, વિધાર્થીઓ, વાલીઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા.