ભાવનગર મહાપાલિકાના દબાણ હટાવ વિભાગ દ્વારા શહેરના જવાહર મેદાનમાં છેલ્લા કેટલાયે સમયથી ઝુપડા બાંધીને દબાણ કરનારાઓના દબાણો દુર કરાવાયા હતા. અત્રે ઉલ્લખનિય છે કે, જવાહર મેદાનને જે-તે સમયના કલેક્ટર પ્રદિપ શાહ દ્વારા ખાલી કરાવી દબાણો દુર કર્યા હતા અને સમયાંતરે ફરી દબાણો થઈ ગયા છે. જો કે જવાહર મેદાનની બહાર રેલ્વેની જગ્યામાં પણ દબાણો થઈ ગયા છે. તસવીર : મનિષ ડાભી