જેસર ગામનાં બસ સ્ટેન્ડ પાસે જાહેરમાં તીનપત્તીનો જુગાર રમતાં પાંચ પત્તાબાજોને જેસર પોલીસે રેડ કરી રોકડ મત્તા સાથે ઝડપી લીધા હતા.
જેસર પોલીસ સ્ટેશનના પ્રો.પોલીસ સબ ઈન્સ. એસ.આઈ. સુમરા પ્રોહી અને જુગારની બદી નાબુદ કરવાની સુચના આપતા જેસર પો.સ્ટે.ના પો.હેડ કોન્સ. બી.બી.દેસાઈ પો.કો.છત્રપાલસિંહ સરવૈયા પો.કો. જગદીશસિંહ વાઘેલા પો.કો. કાનુભાઈ ભગુભાઈ તતા પો.કો. પ્રાકશભાઈ માધવજીભાઈ ખાનગી વાહનમાં પેટ્રોલીગમાં હતા તે દરમિયાન પો.કો. છત્રપાલસિંહ સરવૈયા તેમજ પો.કો. જગદીશસિંહ વાઘેલાને મળેલ સંયુક્ત બાતમીના આધારે જેસર ગામના બસ સ્ટેન્ડ પાછળ પાંચ ઈસમો જાહેરમાં પૈસાપાના વડે હારજીતનો જુગાર રમતા વિજયભાઈ વલ્લભભાઈ મકવાણા રહે. ફુલવાડી વિસ્તાર સુરેશભાઈ હીરાભાઈ રાઠોડ રહે. મેઈન બજાર, જેસર ભરતભાઈ વલ્લભભાઈ ઝાલા રહે. બહારપરા, જેસર ગુલજારભાઈ હુસૈનભાઈ કુરેશી રહે. ફુલવાડી જેસર હીમતભાઈ ઠાકરશીભાઈ ચૌહાણ રહે. ફુલવાડી, જેસર વાળા રોકડ રૂા.૧૬,૨૫૦ની મત્તા સાથે પકડી પાડી જુગારધારા કલમ ૧૨ મુજબ જેસર પો.સ્ટે.ના પો.કો.છત્રપાલસિંહ સરવૈયાએ ફરિયાદ આપી કાયદેસરની કાર્યવાહી કરેલ.