રાજુલા તાલુકાના વાવેરા ગામે આવેલ એલ.કેકે. ગૌસ્વામી હાઈસ્કુલ ખાતે શાળા પ્રવશેોત્સવનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું.
પ્રતિવર્ષની પરંપરા અનુસાર આ વર્ષે પણ વાવેરા ગામે આવેલ એલ.કે. ગોસ્વામી હાઈસ્કુલ ખાતે શાળા પ્રવેશોત્સવની ઉજવણી કરવામાં આવી હતી. કાર્યક્રમના પ્રારંભે શાળાના વિદ્યાર્થીઓ દ્વારા મનુષ્ય તુ બાડા મદાન હૈ શિર્ષક હેઠળ જળબ ચાવો, વૃક્ષો વાવો પર સુંદર વકતવ્ય સાથે યોગ નિદર્શનના કાર્યક્રમો યોજાયા હતાં. તેમજ આંગણવાડી અને ધો. ૧થી ૯ ધોરણમાં પ્રવેશ મેળવનાર વિદ્યાર્થીઓનું સ્વાગત કરી કિટનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ પ્રવેશોત્સવમાં મેડીકલ અધિકારી ડો. કે.એ. ચૌહાણ, અશોકભાઈ ભુવા, ટ્રસ્ટી કનુભાઈ ધાખડા, સરપંચ વિસુભાઈ ધાખડા સહિત મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતાં.