IPSના પ્રમોશન અને IASના ટ્રાન્સફર અટક્યા

1791

 

ગાંધીનગર,તા.૧૬

બીજી બાજુ રાજ્યમાં ૈંછજી અને ૈંઁજીની બદલીઓનો દૌર ઘણા સમયથી વિલંબમાં પડ્‌યો છે. આશરે છેલ્લા ત્રણ મહિનાથી વહીવટીતંત્રમાં સૌને આ બદલીઓની રાહ જોઇ રહ્યાં છે. તેવામાં બદલીઓમાં થઈ રહેલા વિલંબને કારણે જ અફવાઓનું બજાર પણ ગરમાયું છે. કેટલાક લોકોએ તો સોશિયલ મીડિયામાં આ વિલંબનું કારણ સીએમ વિજય રૂપાણીનું સંભવિત રાજીનામુ હોવાની અટકળો પણ વહેતી કરી દીધી છે.

જોકે સૂત્રોનું માનીએ તો જૂનમાં ૧૫ તારીખની આસપાસ ૈંઁજી પ્રમોશન, ત્યાર બાદ ૈંઁજી ટ્રાન્સફર્સ અને તે પછી અંદાજે ૧૫ દિવસના ગાળામાં ૈંછજીના ટ્રાન્સફર્સ ઓર્ડર્સ આવવાની સંભાવના હતી. પરંતુ, ૈંઁજીના પ્રમોશન મુદ્દે ડિપાર્ટમેન્ટલ પ્રમોશન કમિટીમાં કોકડું ગુંચવાતા આ સમગ્ર મામલો વિલંબમાં પડ્‌યો છે.

વાત એમ છે કે ૈંઁજી લોબીમાં અશોક યાદવ અને એસ.કે.ગઢવી નામનાં બે ઓફિસર કેટલાક લીગલ ઇશ્યુઝનો સામનો કરી રહ્યા છે, અને આ બે ઓફિસરના કારણે અન્યોના પ્રમોશન પણ અટવાઇ પડ્‌યા છે. પ્રમોશન વિલંબમાં પડ્‌યું હોય તેવા સમયે પહેલા ટ્રાન્સફર્સ કરે તો વહીવટી અસમતુલાઓ ઉભી થાય અને એવું ન થાય માટે પહેલાં પ્રમોશન અને બાદમાં ટ્રાન્સફર્સનો ફંડા અજમાવાયો હતો. પરંતુ, ડિપાર્ટમેન્ટલ પ્રમોશન કમિટીને બે ઓફિસર્સ મુદ્દે હજુ લીગલ કમિટીનો અભિપ્રાય નહીં મળતા તમામના પ્રમોશન મુદ્દે હજુ નિર્ણય લેવાઈ શકયો નથી. આવા સમયે હવે આઇપીએસ લોબીને બાજુમાં રાખીને પહેલાં આઇએએસની ટ્રાન્સફર્સ કરવામાં આવશે.

રાજ્યમાં કુલ ૨૯૭ જેટલા આઇએએસ ઓફિસર્સ છે જેમાંથી અંદાજે ૫૦ જેટલા આઇએએસ એક સ્થાન પર ત્રણ વર્ષ પૂરા કરી ચૂકયા છે. જો આ ચાલુ અઠવાડિયામાં ડીપીસી દ્વારા આઇપીએસ પ્રમોશનનું કોકડુ ન ઉકેલાયુ તો આવતા અઠવાડિયે સીએમ રુપાણી આઇએએસની જગ્યાઓ નિશ્ચિત કરી દેશે. અને આઇપીએસ પહેલાં આઇએેએસ બદલી ઓર્ડર જાહેર થશે. આઇએએસના બદલી ઓર્ડર્સ મોડામાં મોડું જૂન એન્ડ સુધીમાં કરી દેવાય તેવી સંભાવના છે.

Previous articleનીતિન પટેલ બાદ આવતીકાલે CM રૂપાણી દિલ્હી જશે, PM મોદીને મળશે
Next articleચોરીની બાઈક સાથે બે ઈસમો ઝડપાયા