ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીના રાજીનામાની અફવા અંગે હવે મોટી વાત સામે આવી છે. ઝ્રસ્ના રાજીનામાની અફવા અંગે સાઈબર ક્રાઈમને તપાસ સોંપવામાં આવી છે. ગૃહરાજ્ય મંત્રી પ્રદીપસિંહ જાડેજાએ આ વાતને સરકારને અસ્થિર કરવાનું કાવતરું જણાવ્યું હતું.
બે દિવસ પહેલા મુખ્યમંત્રી વિજય રૂપાણીના રાજીનામાનો મુદ્દો ઉઠ્યો હતો. જેમાં તેમણે રાજીનામુ આપ્યું છે તેવી અફવા વહેતી થઈ હતી. જેને લઈને માર્કેટમાં વિવિધ ક્યાસ લગાવવામાં આવી રહ્યા છે. ત્યારે આજે ગૃહરાજ્ય મંત્રી પ્રદીપસિંહ જાડેજાએ કહ્યું કે, આ અફવા સરકારને અસ્થિર કરવાનું કાવતરું છે. જે મુદ્દે સાઈબર ક્રાઈમને તપાસ સોંપવામાં આવી છે. એક મહિનાથી ઝ્રસ્ રૂપાણીના રાજીનામાની ચાલી વાત ચાલી રહી છે. સોશિયલ મીડિયામાં ઝ્રસ્ના રાજીનામાની ચર્ચા થઈ રહી છે. ત્યારે હવે રાજ્ય સરકારે ઝ્રસ્ના રાજીનામાની અફવાઓને ગંભીરતાથી લીધી છે. ગુજરાત સરકારને બદનામ કરવાનું આ ષડયંત્ર છે.
બીજી તરફ રાજ્યના નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે જણાવ્યું હતું કે, મુખ્યમંત્રીના રાજીનામાની વાત માત્ર અફવા છે. સોશિયલ મીડિયામાં આ પ્રકારના ગપગોળાં ચાલી રહ્યા છે. પોતાનું અસ્તિત્ત્વ ટકાવી રાખવા માટે સતત હવાતિયા મારી રહેલો હાર્દિક આ પ્રકારના બકવાસ નિવેદન કરી રહ્યો હોવાનું સૂત્રો જણાવી રહ્યા છે. ગુજરાતમાં તો પાટીદાર સમાજે હાર્દિક પટેલને જાકારો આપ્યો છે અને હવે મધ્યપ્રદેશમાં પણ આવી જ હાલત થઈ છે. મધ્યપ્રદેશમાં પ્રચાર વખતે હાર્દિકની ગાડી પર તાજેતરમાં જ ઈંડા અને પથ્થર ફેંકવામાં આવ્યા હતા. હાર્દિક બદઈરાદાથી નાક દબાવવા કોશિશ કરીને મીડિયામાં ટકી રહેવા માટે જાણીબૂઝી ખોટા નિવેદનો કરી રહ્યો છે, તેને પણ ખબર પડી ગઈ છે કે, પાટીદાર સમાજમાં હવે તેનું કંઈ ઉપજતું નથી એટલે ટકી રહેવા માટે રીતસર હવાતિયા મારી રહ્યો છે.