ગારીયાધાર  ગોવર્ધનનાથજી હવેલીમાં ઉજવાયા મનોરથો

1344

ગારિયાધારમાં ગોવર્ધનનાથજી હવેલીમાં ઉજવાયા ભવ્ય મનોરથો ભાવિક વૈષ્ણવો ભક્તિમગ્ન તરબોળ બની ગયા. અધિકમાસ એટલે પુરૂષોત્તમમાસ પ્રભુને લાડ લડાવવાનો મહિનો ગોવર્ધનનાથજી હવેલીમાં આખો પુરૂષોત્તમ માસમાં ભવ્ય મનોરોથો જેમાં ફુલમંડળી રથયાત્રા, ચંદન બગલા, મોતી બંગલા કુંજના હિડોળા ફુલના હિંડોળા નાવ મનોરથ, દાન લીલા, સાંજીનો મનોરથ આમ મનોરથ, શરદપૂનમ મોરકુટી, બગીચા, પીળી પોખર, કમળ તલાઈ, નંદમહોત્સવ, જલેબી મનોરથ ચીરહરણ, સપ્તઋતુ મનોરથ, ચુંદડી મનોરથ જેવા અનેક ઉત્સવોનું આયોજન ખુબ સારી રીતે થયુ વૈષ્ણવોની ભારે ભીડ સાંજ પડે એટલે હવેલી તરફ જોવા મળતી હતી અલગ અલગ મનોરથી પરિવાર દ્વારા ઠાકોરજીને નિત્ય નવા મનોરથ અંગીકાર થયા હવેલીના મુખ્યાજીના માર્ગદર્શન નીચે દ્વારકેશ મહિલા મંડળની બહેનો દ્વારા સુંદર સજાવટ પુષ્ટી માર્ગીય ઉત્સવ સમીતી તથા હવેલી ટ્રસ્ટ દ્વારા સુંદર મનોરથોનું આયોજન કરાયુ હતું. જેમાં ગારિયાધાર વૈશ્નવ સમાજે દર્શનનો લાભ લીધો હતો.

Previous articleવડલી ગામે શાળા પ્રવેશોત્સવ યોજાયો
Next articleએએનસી મધરને પ્રોટીન પાવડરનું વિતરણ