સિહોરની પાકીટ ચોર મહિલાને સિહોર પોલીસ સ્ટાફે સાત પાકીટ અને મોબાઈલ સાથે ઝડપી લઈ પુછપરછ કરતાં બસ રીક્ષામાં મુસાફરી કરી અન્ય મહિલાઓના પાકીટને ચોરી કરતી હોવાની કબુલાત આપી હતી.
સિહોર પોલીસ સ્ટેશનના ઈન્ચાર્જ પો.ઈન્સ. પી.આર.સોલંકી પોલીસ સ્ટાફ સિહોર મેઈન બજારમાં પેટ્રોલીગમાં હતા ત્યારે એક મહિલા શંકાસ્પદ જણાતા તેને મહિલા પો.કોન્સ. દ્વારા ઝડતી કરાતા એક ઓપો કંપનીનો મોબાઈલ તથા ખાલી પાકીટ નંગ-૦૭ મળતા મોબાઈલનું બીલ તથા આધાર માગતા ન હોવાનું જણાવતા મહિલા આરતીબેન રઘુભાઈ ચોથાભાઈ ચોહલા ઉ.વ.૩૫ રહે રામનાથ રોડ સિહોરવાળી વિરૂધ્ધમાં સીઆરપીસી કલમ ૪૧(૧)ડી મુજબ મુ. માલ કબ્જે કરી આરોપી વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી કરેલ તથા કબ્જે કરાયેલ પાકિટ તથા મોબાઈલ વિશે વિગતે પુછતા આરોપીએ પોતે મુસાફરનો સ્વાંગ રચી ઓટો રીક્ષા અને બસમાં મુસાફરી કરી અન્ય મહિલા મુસાફરોનું ધ્યાન હટાવી ચોરી કરેલ હોવાની કબુલાત કરેલ કબ્જે કરાયેલ પાકિટમાંથી આરોપીએ મેળવેલ રોકડ રકમ તથા દસ્તાવેજ વિશે તપાસ ચાલુ છે.
સમગ્ર કામગીરીમાં સિહોર પોલીસ સ્ટેશનના એ.એસ.મહેતા, પો.કોન્સ. હરપાલસિંહ ગોહિલ, પો.કોન્સ. તરૂણભાઈ બારોટ, પો.કોન્સ. રમેશભાઈ છેલાણા પો.કોન્સ. રામદેવસિંહ જાડેજા, પો.કોન્સ. જાગૃતીબેન ગઢવી જોડાયા હતા.