દિવ્યાંગોને ઈન્ટરનેશનલ ડ્રાઈવિંગ પરમિટ અપાશે

1227

ગુજરાત સરકારનો દિવ્યાંગો માટે ઔતિહાસિક નિર્ણય લેવાયો છે. દિવ્યાંગોને હવે ઈન્ટરનેશનલ ડ્રાઈવિંગ પરમિટ આપવાનો સરકારે નિર્ણય લીધો છે. ઈન્ટરનેશનલ ડ્રાઈવિંગ લાઈસન્સથી પરદેશમાં પણ હવે વિકલાંગ પોતાનું વાહનચલાવી શકશે. જો કે તેમાં વાહનમાં જરૂરી ફેરફાર કરવાના રહેશે. અત્યાર સુધી દિવ્યાંગોને પરદેશમાં લાયસન્સ મળતું ન હતું. ટૂંક સમયમાં આ નિર્ણયનો અમલ કરવામાં આવશે.

ઉલ્લેખનીય છે કે,રાજ્યની વર્તમાન રૂપાણી સરકાર દ્વારા લેવાયેલ દિવ્યાંગો માટેના આ નિર્ણયને ઐતિહાસિક નિર્ણય ગણાવી શકાય તેમ છે. સરકાર દ્વારા આ મંજૂરી આપવામાં આવતા રાજ્યના દિવ્યાંગો ઈન્ટરનેશનલ ડ્રાઈવિંગ લાયસન્સ થકી પરદેશમાં પણ વાહન ચલાવવાનો અધિકાર મેળવી શકશે.આપને જણાવી દઇએ કે, અત્યાર સુધીમાં પરદેશ માટે દિવ્યાંગોને લાઈસન્સ મળતું નહોતું. જો કે રાજ્ય સરકાર દ્વારા લેવામાં આવેલ આ નિર્ણય બાદ ગુજરાત રાજ્યના દિવ્યાંગોએ ઇન્ટરનેશનલ લાયસન્સ માટે વાહનમાં જરૂરી ફેરફાર પણ કરાવવો પડશે. ટૂંક સમયમાં જ સરકારના નિર્ણયનો અમલ કરવામાં આવશે. આપને જણાવી દઇએ કે,રાજ્યસરકાર અને કેન્દ્ર સરકાર દ્વારા દિવ્યાંગોને પ્રોત્સાહન મળી રહે અને તેઓ પોતાના પગ પર નવી મંઝિલ પ્રાપ્ત કરે તે હેતુથી રાજ્યમાં અને દેશમાં વિવિધ યોજનાઓને અમલી બનાવવામાં આવી છે. સરકાર દ્વારા દિવ્યાંગોને મદદ કરવાનો હેતુ તેમના ઉજ્જવળ ભવિષ્યનો છે ત્યારે આજે રૂપાણી સરકારે ગુજરાતના દિવ્યાંગ લોકોને ઇન્ટરનેશનલ લાયસન્સ આપવાનો પરવાનો આપતા દિવ્યાંગ લોકોમાં ખુશીનું મોજૂ ફરી વળ્યું હતું.

Previous articleમોનસુનમાં વિલંબ થતાં હવે ખેડૂત અને સરકાર ચિંતાતુર
Next articleનીતિ આયોગની ચોથી ગવર્નિંગ કાઉન્સિલની બેઠકમાં નિર્ણય