બી.પી.કોલેજ ઓફ બીઝનેસ એડમીનીસ્ટ્રેશન (બી.બી.એ.)નાં વિદ્યાર્થીઓ માટે નિશુલ્ક યોગ તાલીમ શિબિર નું આયોજન કરી યોગ દિવસની ઉજવણી. માટે વિદ્યાર્થીઓ ને તૈયાર કર્યા હતા અને ઉપયોગી તમામ આસનો માટે સુંદર માર્ગદર્શન આપ્યું હતું.
૨૧ જુન નો દિવસ જયારે સમગ્ર વિશ્વ યોગ નું મહત્વ સમજી તેને ઉજવે છે. ત્યારે આપણે યુવાનો ને યોગ નું મહત્વ તેમજ તેનાથી કેવીરીતે તંદુરસ્ત રહી શકાય તે જણાવવું ખુબ આવશ્યક છે. હાલ દુનિયા નાં ૧૯૦ જેટલા દેશમાં યોગ દિવસ ની ઉજવણી થવા જઈ રહી છે. જેમાં પશ્વિમનાં રાષ્ટ્રો તેમજ ખાડીનાં દેશોનો સમાવેશ પણ થાય છે.
ભારતીય સંસ્કૃતિનાં સ્તંભ સમી યોગ,આર્યુવેદ તેમજ અન્ય પ્રણાલિકાઓ ને જીવંત રાખી સમગ્ર વિશ્વમાં સમાજ કલ્યાણ માટે ફેલાવવાની આવશ્યકતા છે. અને આપણે ત્યારે જ સમગ્ર વિશ્વ સુધી પંહોચી શકીશું જયારે આપણા યુવાન મિત્રો તેને સમજતા હશે. અને આ કાર્ય ફક્ત સરકાર નું નથી પણ આપણા સૌનું છે. જેના અનુસંધાને શૈક્ષણિક સંસ્થા તરીકે બીબીએ કોલેજ ખાતે ડો. જયેશ તન્ના સાહેબ દ્વારા વિદ્યાર્થીઓને યોગ માર્ગદશન આપવામાં આવ્યું હતું.
ફક્ત અભ્યાસક્રમ નહિ પરંતુ સામાજિક, સ્વાસ્થ્ય સહીત તમામ બાબતે પારંગત કરવા સતત પ્રયત્નશીલ રહે છે. ગુજરાતી ની કહેવત “પહેલુ સુખ તે જાતે નર્યા” મુજબ જો વિદ્યાર્થી શારીરિક રીતે સ્વસ્થ હશે તો જ તે અભ્યાસમાં પણ એકાગ્રતા જાળવી શ્રેષ્ઠ પરિણામ મેળવી શકશે.
યોગ તેમજ પ્રાણાયામ અને તેના અનેક પ્રકારો જેમાં અનુલોમ વિલોમ, સૂર્ય નમસ્કાર, કપાલભાતી જેવા અનેક આસનોથી સ્વાસ્થ્ય કઈ રીતે સારું થાય તેનું માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આથી દરવર્ષે બીબીએ કોલેજ આ શિબિર નું આયોજન કરે છે. જે બાબતે આ વર્ષે સવા કલાક ની પ્રાતઃશિબિરનું આયોજન થયું હતું.
ડો.જયેશ તન્ના દ્વારા વધુમાં વિદ્યાર્થીઓને જણાવ્યું હતું કે યોગ થકી અસાધ્ય રોગમાંથી મુક્તિ મળી શકે છે. અનેક લોકોને એસીડીટી, માથાનો દુખાવો, માઈગ્રેન, ડીપ્રેશન, સાયરસ સહીત અનેક બીમારી માંથી યોગ થકી મુક્તિ મળેલ છે. જે યોગનું મહત્વ દર્શાવે છે. વિદ્યાર્થીઓઆ તાલીમ બાદ યોગ કર્મસુ કૌશલમ સૂત્ર ને અવશ્ય ચરિતાર્થ કરશે. તેવું પ્રતીત થતું હતું.
વિદ્યાર્થીઓએ યોગ શિબિર સંપન્ન થયા બાદ કેટલાક વિદ્યાર્થીઓએ અભિપ્રાય આપતા જણાવ્યું હતું તેઓ છેલ્લા કેટલાક વર્ષથી નિયમિત રીતે યોગ સાધના કરે છે. જેનાથી તેઓનું સ્વાસ્થયમાં ખુબ સુધારો જોવા મળ્યો છે. તેમજ તેઓની એકાગ્રતામાં પણ વધારો થયો છે. આમ કોલેજ દ્વારા યોગ દિવસની ઉજવણીની પુર તૈયારી માટે ઉપયોગી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું તે બદલ તમામ વિદ્યાર્થીઓએ કોલેજનો આભાર વ્યક્ત કર્યો હતો.
સમગ્ર કાર્યક્રમ કોલેજનાં આચાર્ય ડો.રમાકાંત પૃષ્ટિ, પ્લેસમેન્ટ અને ટ્રેનીંગ કમિટી ના હેડ ડો.જયેશ તન્ના તેમજ સમગ્ર કોલેજ પરિવાર દ્વારા સફળતા પૂર્વક સંપન્ન કરવા માં આવ્યો હતો.