અકવાડા કે.વ. શાળા ખાતે વિશ્વ યોગ દિવસ ઉજવાયો

1561

સમગ્ર વિશ્વને યોગની અમુલ્ય ભેટ આપનાર ભારત દેશ છે. ભારતના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા ૨૦૧૪માં સંયુક્ત રાષ્ટ્રની સભામાં યોગને વિશ્વવ્યાપી બનાવવા રજૂઆત કરાઈ અને વર્ષ ૨૦૧૫ થી ૨૧ મી જૂન એ વિશ્વ યોગ દિવસ તરીકે મનાવવાનું નક્કી થયું.હાલ વૈશ્વિક સ્તરે યોગ અંગે લોકોની જાગૃતતા વધી રહી છે ત્યારે ભારતભરમાં ઠેર ઠેર યોગ દિવસની ઉજવણી અનેરા ઉત્સાહ સાથે કરવામાં આવે છે.

આંતરરાષ્ટ્રીય યોગ દિવસ નિમિત્તે ભારત સરકારના ફિલ્ડ આઉટરીચ બ્યુરો દ્વારા અકવાડા કેન્દ્રવર્તી પ્રાથમિક શાળા ખાતે યોગ દિવસની ઉજવણી કરવામાં આવી. યોગ એક્સપર્ટ અનિતાબેન ત્રિવેદીએ બાળકોને યોગ શીખવી તૈયાર કર્યા અને તેમના માર્ગદર્શન હેઠળ શાળાના તમામ બાળકોએ વિવિધ યોગાસન, પ્રાણાયામ કાર્ય છે સાથોસાથ ક્યા આસનથી કેવો લાભ આપણને મળે તેના વિષે પણ વિગતવાર બાળકોને માહિતી અપાઈ હતી.

ભારત સરકારના ફિલ્ડ આઉટરીચ બ્યુરોના અધિકારી દેવેન્દ્ર ત્રિવેદીએ ભારત સરકારના ચાલી રહેલા વિવિધ કેમ્પેઈનની માહિતી આપવાની સાથે યોગાસન અને પ્રાણાયામના લાભ બાળકોને સમજાવ્યા.જેવી રીતે ઘર અને આંગણું સ્વચ્છ રાખી નીરોગી રહી શકાઈ તેવી જ રીતે યોગા કરી શરીર સશક્ત બનાવી શકાઈ તેની સમજ આપવામાં આવી હતી.

યોગામાં ઉત્કૃષ્ઠ દેખાવ કરનારા વિદ્યાર્થીઓને સર્ટીફીકેટ અધિકારી દેવેન્દ્ર ત્રિવેદીના હસ્તે તેમજ યોગા વિષે પ્રશ્નોત્તરીના જવાબ આપતા વિદ્યાર્થીઓને શાળાના આચાર્ય  ધ્રુવભાઈ પંડ્યા તેમજ  આશિષભાઈ ચાવડીયાના હસ્તે ઇનામ આપવામાં આવ્યું હતું.

ભારતના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના સ્વચ્છતા મિશન અને બેટી બચાવો બેટી પઢાઓ અભિયાનની સાથે ‘યોગ દિનની’ ઉજવણી અને નિયમિત યોગા કરવાની આદત આપણને આપણી પ્રાચિન સંપદા સાથે પુનઃ જોડીને યુવા વર્ગને યોગાભિમુખ કરવામાં મહત્વની ભૂમિકા ભજવશે તો આવો યોગને અપનાવી હિન્દુસ્તાનને સ્વસ્થ અને સશક્ત બનાવીએ.

Previous articleજાફરાબાદની પારેખ અને મહેતા હાઈ.માં યોગ દિવસની ઉજવણી
Next articleપાલીતાણામાં યોગ દિવસની ઉજવણી