ફોટોગ્રાફર પ્રિયાબા જાડેજાને રવિવારે રાજકોટ ખાતે સ્કીલ એવોર્ડ અપાશે

1249

 

ભાવનગર, તા.રર

ભાવનગરના મહિલા ફોટોગ્રાફર તરીકે પ્રિયાબા અજયસિંહ જાડેજાએ નાની ઉંમરમાં ફોટોગ્રાફી ક્ષેત્રે અનેકવિધ પ્રદર્શનો કરીને સન્માનો પ્રાપ્ત કર્યા છે. તેઓએ ૧૮ વર્ષની ઉંમરેથી ફોટોગ્રાફીની શરૂઆત કરી આજે ૩ વર્ષમાં ૧ર જેટલા પ્રદર્શનોમાં ભાગ લઈને આગામી સપ્ટેમ્બરમાં ગોવામાં વનમેન શો યોજાશે. તેઓના પ્રદર્શનો ભાવનગર, રાજકોટ, અમદાવાદ, પુના, સીમલા, ગોવા, જયપુર વગેરેમાં યોજાયા છે. ફોટોગ્રાફી ક્ષેત્રે ક્ષત્રિય સમાજનું ગૌરવ વધારવા બદલ મહારાણા પ્રતાપ સ્મૃતિ સંસ્થાન દ્વારા રવિવારે હેમુ ગઢવી હોલમાં પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહજી વાઘેલાની વિશેષ ઉપસ્થિતિમાં સ્કીલ એવોર્ડ આપવામાં આવશે.

Previous articleGPSC, PSI, નાયબ મામલતદાર, GSSB પરીક્ષાની તૈયારી માટે
Next articleબરવાળા ખાતે શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ યોજાયો