સુરતથી ગારીયાધાર તરફ આવતી લક્ઝરી બસ અને ટ્રેલર વચ્ચે એટલો ભયાનક અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં ૧ બાળકી, ૧ મહિલા અને ૨ પુરુષોના ઘટનાસ્થળે જ પ્રાણપંખેરૂ ઉડી ગયા હતા. જ્યારે ૭થી વધુ લોકોને ઈજા પહોંચી છે વધુ એક ગમખ્વાર અકસ્માતની ઘટનાને સમગ્ર જિલ્લામાં ચકચાર મચી જવા પામી છે અને રોજબરોજ બનતી અકસ્માતની ઘટનાઓને લઈ ભારે ચિંતા જાગી છે અકસ્માતની મળતી પ્રાથમિક માહિતી પ્રમાણે, ભરૂચ હાઈવે મંડવા બ્રહ્માણી ટ્રાવેલ્સની એક લક્ઝરી બસ સુરતથી ગારીયાધાર તરફ આવી રહી હતી. ત્યારે મંડવા ગામ પાસે ટ્રેલરમાં પાછળથી લક્ઝરી બસ ઘૂસી ગઈ હતી, જેને કારણે અકસ્માત સર્જાયો હતો. ટ્રેલરની ટક્કર એટલી વધારે હતી કે, લક્ઝરીમાં સવાર ૪ લોકોના મોત નિપજ્યા હતા. તો ૭થી વધુ લોકો ઘાયલ થયા હતા. મૃતકોમાં એક બાળકી, એક મહિલા અને ૨ પુરુષોનો સમાવેશ થાય છે. ઈમરજન્સી સેવા ૧૦૮એ ઘટનાસ્થળે પહોંચીને ઇજાગ્રસ્તોને નજીકની હોસ્પિટલમાં પહોંચાડ્યા હતા. જ્યાં તેમને તાત્કાલિક સારવાર આપવામાં આવી હતી જ્યારે મૃતકોમાં ૨ ગારીયાધારના સુરનિવાસ ૧ પાંચટોબરા અને ૧ રંઘોળાના ઢોંડા ગામના રહેવાસી હોવાનું જાણવા મળ્યું છે.