જિલ્લા ડીએસપીની નિયુક્તિ સાથે જ કોઈ શેહશરમ રાખ્યા વિના ભુમાફીયા, રેતી ચોર માફીયા સામે ડીએસપી નિર્લિપ્ત રાયે કરી લાલઆંખ રાજુલાના વડ ગામથી પસાર થતી ધાતરવડી નદીમાં ખનીજ-રેતી ચોરી કરતા રેતી માફીયાના ટ્રક, લોડર સહિત પકડી પાડી અમરેલી એસઓજીએ રૂા.૧ર લાખ ૭૧ હજારના મુદ્દામાલ સાથે રંગેહાથ ઝડપી પાડ્યા હતા. જિલ્લાભરની નદીઓમાં રેતી જમા હોય તો જ પીવાના પાણીનો સંગ્રહ થાય છે અને તે રેતી નદીમાંથી ઉપડી જાય એટલે જમીનોમાં પાણીના સ્તર સુકાય જાય છે જે અતિ ગંભીર સમસ્યા ગણી જિલ્લા પોલીસ અધ્યક્ષ નિર્લિપ્ત રાયે રેતી માફીયા ઉપર કડક હાથે કામ લીધુ છે તેમજ પોલીસ બેડામાં પણ આદેશ અપાયા કે ક્યાય પણ હપ્તા સિસ્ટમની જાણ મને થશે તો તુરંત તેને ઘર ભેગા કરી દેવામાં આવશે તેવો જ કિસ્સો ર દિવસ પહેલા પોલીસ ડીપાર્ટમેન્ટ અમરેલીમાં બનંયો. એક પીઆઈ જેવો ઉચ્ચ દરજ્જાવાળા અધિકારી સીટી પીઆઈ વી.આર. ચૌધરીને એક ૧૬ વર્ષની બાળાને ભગાડી જનાર શખ્સ સામે સગીરાની માતા ૩ દિવસ સુધી ધક્કા ખાતો અને બાબતે ગંભીર ગુન્હો પણ બન્ને માટે તે પીઆઈ ચૌધરીને પણ તુરંત સસ્પેન્ડ કરી દેવાતા પોલીસ બેડામાં સન્નાટો છવાઈ ગયો. ભુમાફીયા અને રેતી માફીયા ઉપર કડક હાથે કામ લેવાના આદેશના પગલે રાજુલાના વડ ગામથી પસાર થતી મહાકાય ધાતરવડી નદીમાંથી કરોડો રૂપિયાની ખનીજ ચોરીની બાતમી મળતા જિલ્લા ટીમ દ્વારા રેતી ચોરી કરતા વાહન માલિકોની રંગે હાથ ધરપકડ કરેલ તે મુન્નાભાઈ ખીમાભાઈ ડાભી રે.છતડીયા, મનુભાઈ સુખાભાઈ ભીલ રહે.લોઠપુર, ગોપાલભાઈ બચુભાઈ સાંખટ રે.લોઠપુર, વાહન માલિક તથા રેતી ભરાવનાર ઉલ્લાસભાઈ લાભુભાઈ બાબરીયા રે.કોડીનાર તેમજ વાહન માલિક ધીરૂભાઈ ધાખડા સહિતના વાહનોમાં મુદ્દામાલ ટ્રક અને લોડર તેમજ રેતી ચાળવાનો મોટો ચારણો સહિતને ધોરણસર કાર્યવાહી કરવા રાજુલા પોલીસને સોંપાયા છે.