શિશુવિહાર બાલમંદિરમાં તાલીમ લેવા આવતાં ૨૦૦થી વધુ બાળકોમાં સર્વધર્મ સમભાવના સંસ્કાર બચપણથી ઉમેરાય તે માટે બાલમંદિર પરીસરમાં વાલીઓની પ્રેરક ઉપસ્થિતિમાં ઈદ ઉત્સવની ઉજવણી કરવામાં આવેલ. આ પ્રસંગે શિક્ષકો અને બાળકોએ મુસ્લિમ બાળકો સાથે ઈદનો ચાંદ તૈયાર કરી, હિજાબ પહેરીને ઈબાદત કરી હતી અને મુસ્લિમ, હિંન્દુ બાળકોએે પરસ્પર શુભેચ્છા પાઠવી હતી.