પુરી, ઓડીસા ખાતે ભારત સરકારના રમત-ગમત વિભાગ દ્વારા આયોજીત ૧૬મું અખિલ ભારતીય લોકનૃત્યોત્સવ અને ૭મું કૃષિ ફેસ્ટીવલમાં પુરીના રંગમંચ ઉપર કાઠીયાવાડી નૃત્ય ઢાલ-તલવાર રાસ (શોર્યરાસ) રજૂ કરી કાઠીયાવાડી માહોલ ઉભો કર્યો હતો. ઝારખંડના રાજ્યપાલના હસ્તે મોમેન્ટો અને પ્રમાણપત્ર એનાયત કરેલ. આમ જય બહુચરાજી શÂક્ત ચેરીટેબલ ટ્રસ્ટ-કાળાતળાવના ભાઈઓએ ગુજરાત અને ભાવનગરનું પ્રતિનિધિત્વ કરી ગૌરવવંતો ભાગ ભજવ્યો હતો.