રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી બાપુની ૧૪૮મી જન્મજયંતિ નિમિત્તે રાજુલા જાયન્ટસ ગ્રુપ દ્વારા ર૦ વર્ષથી ઉજવાતી રહી છે. તેમ આજે શહેરની નામાંકિત હસ્તીઓ દ્વારા વક્તૃત્વ સ્પર્ધામાં વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરાયા તેમજ સુતરની આંટીઓથી ગાંધી બાપુની પ્રતિમાને હારતોરા કરાયા હતા. રાષ્ટ્રપિતા પૂ.મહાત્મા ગાંધી બાપુની ૧૪૮મી જન્મજયંતિ રાજુલાના જાયન્ટસ ગ્રુપ દ્વારા છેલ્લા ર૦ વર્ષથી ગાંધી મંદિર ખાતે ઉજવાઈ રહી છે તેમ આજે શહેરની નામાંકિત હસ્તીઓ જે બિપીનભાઈ લહેરી, ડો.મુછડીયા, વિનુભાઈ વોરા, વસનભાઈ મહેતા, ભુપતભાઈ જોશી, વિજયભાઈ જોશી, જાગૃતિબેન રવૈયા, સવિતાબેન દવે, જીવન્તીકાબેન અને સંચાલનકર્તા નિરવ જાની તેમજ શહેર ભાજપ પ્રમુખ મયુરભાઈ દવેનો પુત્ર જગતાયે ગાંધીબાપુ વિશે અડધો કલાક ઈંગ્લીશમાં જીવનચરિત્ર બોલતા સર્વોને આશ્ચર્યચકિત કરી સર્વેના મન મોહી લીધા. ઉપરાંત વક્તૃત્વ સ્પર્ધામાં રપ વિદ્યાર્થીઓને જાયન્ટસ ગ્રુપ દ્વારા પ્રોત્સાહિત કરવા અભ્યાસક્રમની કીટ વિતરણ કરાયું હતું.