ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી

1828

ગુજરાતમાં વરસાદી સિસ્ટમ સક્રિય થઈ છે. જેના પગલે ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. તો દક્ષિણ ગુજરાતથી ચોમાસુ અમદાવાદ તરફ આગળ વધી રહ્યું છે. અમદાવાદમાં પણ આગામી ત્રણ દિવસમાં મધ્યમથી ભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે. હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે હજુ ત્રણ દિવસ સુધી રાજ્યમાં વરસાદી સિસ્ટમ સક્રિય રહેશે.  આ દરમિયાન માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે. દક્ષિણ, મધ્ય ઉપરાંત સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં પણ ભારેથી અતિભારે વરસાદની આગાહી આપવામાં આવી છે.

Previous articleદ. ગુજરાતમાં ભારે વરસાદના પગલે સ્ટેટ કંટ્રોલે યોજી બેઠક, જિલ્લા કલેક્ટરોને કરાયા એલર્ટ
Next articleઉમરગામ જળબંબાકાર ઃ ૩૦ કલાકમાં ૨૫ ઈંચ વરસાદ