ત્રણ મોટી દુર્ઘટના બાદ પણ પરિસ્થીતિ યથાવત

1831

ગુજરાત રાજ્ય ભર માં અનેક નાના મોટા અકસ્માતો ની ઘટના ઑ તો રોજ બરોજ બનતી રહેછે પણ રંઘોળ।, બાવળયાળી અને રાજુલા ના નિંગાળા ગામે સર્જાયેલ ગમ ખવાર અકસ્માત ની ઘટના ઑ બાદ પણ આર ટી ઑ કે જવાબ દાર તંત્ર દ્વારા કોઈ લગામ કરવા માં આવતી નથી

ગુજરાતી ભાષા માં એક કહેવાત છેકે ઘોડા ભાગી ગયા પછી તબેલે તાળા શું કામ ના પણ અહીં આ કહેવાત અનેક વખત સાર્થક થતી હોવા છતાં તબેલે તાળા મારવા માં આવતા નથી

હજુતો બે મહિના પરવેજ ભાવ નગરના રંઘોળા નજીક કોળી સમાજની  જાન ભરીને જઈ રહેલ ટ્રક પુલ પરથી ખાબકતા ૩૦જેટલા લોકો ના ઘટના સ્થળે મોત થયા હતા જ્યારે સારવાર દરમિયાન મ્રુત્યુ અંક ૪૩ પર પહોંચ્યો હતો અને તેના ટૂંકા જ સમયમાં ભાવ નગર અમદાવાદ શોર્ટ હાઈવે પર સિમેન્ટ ભરીને જઈ રહેલ ટ્રક પલટી મારતા ટ્રક અને સિમેન્ટ ની થેલીઓ નીચે દબાઈ જવા થી તળાજા ના સરતાન પર ગામના કોળી પરિવારના શ્રમજીવી લોકો જે મંજૂરી કામ અર્થે જતા હતા તે ૨૦થી વધુ લોકોના મોત થયા હતા આ બંને અકસ્માતની ઘટનામાં જવાબદાર અધિકારીઓ રાજકીય આગેવાનો રાબેતા મુજબ ઘટના સ્થળે અને હોસ્પિટલ ખાતે દોડી જતા હોય છે અને પોતાની ફરજ મુજબ કાર્ય કરીને જતા રહેતા હોય છે અને રાજ્ય સરકાર રાહત ફંડમાંથી જરૂરિયાત મુજબની સહાય કરી દેતી હોય છે પરંતુ આ બંને દૂર ઘટનાને ધ્યાને લયને રાજ્ય સરકાર દ્વારા રાહત દરે પ્રસંગ પાત મુસાફરી માટે રાહત દરે એસ ટી બસ ફાળવવાની જાહેરાત કર્યાને હજુ બે ચાર દિવસ થયા ત્યાંજ મહુવાના જાંદરા ગામેથી કોળી સમાજના લોકો  ટ્રક બાંધીને ઉનાના સનખડા ગામે સગાઈ પરત ફરીરહેલ ત્યારે રાજુલાના નિંગાળા ગામ પસાર થઈ રહ્યો હતો તેવામાં સાંકડા પુલ અને સામેથી આવી રહેલ અન્ય વાહનની લાઈટોથી ટ્રક ડ્રાઇવર અંજાઈ જતા ટ્રક કાદવ કીચડ ભરેલા ખાળીયામાં ખાબક્યો હતો જેમાં ૭લોકોના ઘટના સ્થળે મોત નિપજ્યા હતા અને ૪૦થી વધુ લોકોને નાની મોટી ગંભીર ઈજા ઑ થવા પામી હતી આ બનાવમાં જવાબદાર એવા ટ્રક ડ્રાઇવર, માલિક અને હાઈવે ઓથોરિટીના સાઈડ મૅનેજરની પણ ધરપકડ કરવામાં આવી હતી.

આ અકસ્માત ની ઘટના નું મુખ્ય કારણ અહીં આવેલ સાંકડો પુલ હોવા મેં લીધે ઘટના બની હતી અહીં પુલ પર કોઈ દીવાલ કે દિશા સૂચક .ચેતવણી બોર્ડ કે અન્ય કોઈ નિશાનો હાઈવે ઓથોરિટી દ્વારા કરવા માં ન આવ્યા હતાઆટલે  આવા બનાવ માં અમરેલી જિલ્લા માં આવેલ કડક એસ પી રાયની સૂચના થી પ્રથમ વખત હાઈવે ઓથોરિટી સામે પણ ગુન્હો નોંધવા માં આવ્યો હતો

પરંતુ આવી અનેક દુર્ઘટનાઓ બાદ પણ આર ટી ઓ .વાહન વ્યવહાર મંત્રાલય અને જવાબદાર તંત્ર હજુ ઊંઘ માં હોય તેવું લાગી રહ્યું છેઅને  રાજુલા પંથક મા જોવા મળી રહ્યુ છે અહી હજુયે પણ ટ્રક જેવા માલ વાહક વાહન મા મુસાફરી નો સીલ સિલો યથાવત જોવા મળી રહ્યો છે લોકો તો પોતાના સ્વાર્થ ખાતર અને નજીવા પૈસા ની બચત થતી હોવા થી આવા વાહનો ભાડે બાંધે છે પણ જવાબ દાર તંત્ર શું કામ કડક હાથે કામ નથી લેતું તેવા વેધક સવાલો પણ લોકો મા ઉઠવા પામ્યા છે

સામાન્ય રીતે લોકો ૫૦કી મી થી વધુ મુસાફરી માટે આવા વાહનો નો ઉપયોગ કરતા હોય છે પણ સમજવા અને વિચારવા જેવી વાત યે પણ છેકે આટલા કી મી ના અંતર મા એક પણ પોલીસ ચોંકી કે ટ્રાફિક પોઈંટ આવતો નહીં હોય અને આવતો હોય તો પણ ત્યાં જવાબદાર કર્મચારી ની ગેર હાજરી હોય તેવું આવા બનાવો પર થી જોવા મળી રહ્યું છે રાજુલા થી મહુવા ૪૫.કિમી ના અંતર મા એક ચેક પોસ્ટ . બે ટ્રાફિક પોઈંટ અને ત્રણ પોલીસ ચોકી આવતી હોવા છતાં ત્યાં કોઈ કર્મ ચારી ની હાજરી કાયમી હોતી નથી જેને કારણે અહીં આવી મુસાફરી ની પરમ પરા યથાવત છે ત્યારે હવે રાજ્ય સરકાર દ્વારા જાહેર કરાયેલ એસ ટી યોજના ની તમામ એસ ટી ડેપો મા અને જાહેર સ્થળો પર તેની જાહેરાત કરવા મા આવે જેથી કરી ને લોકો મા જાગ્રુતતા આવે અને બીજું કે રાજ્ય સરકાર અને વાહન વ્યહાર મંત્રાલય દ્વારા ટ્રક જેવા માલ વાહક વાહનો મા મુસાફરી સામે નો કડક કાયદો કરવા મા આવે જેથી કરી ને લોકો પહેલાં ટ્રક માલિક અને ડ્રાઇવર પણ આવા જોખમી ભાડા પર ટ્રક આપતા પહેલાં  સૌ વાર વિચાર કરે તેવી લોક માંગ ઊભી થઈ છે અને જો આવી વાહન માલિકો અને ડ્રાઇવર ની બેદરકારી સામે કોઈ પગલાં ઑ લેવા મા નહીં આવેતો ભવિષ્ય મા પણ આ તસવીરો જોતાં એવું લાગી રહ્યું છે કે હજુ પણ તંત્ર કોઈ મોટી ગોજારી દુર્ઘટના ની રાહ જોઈ ને બેઠુ હોય તેવું આવા બનાવો પર થી લાગી રહ્યું છે .

Previous articleઉમરગામ જળબંબાકાર ઃ ૩૦ કલાકમાં ૨૫ ઈંચ વરસાદ
Next articleકણકોટના યુવાનના હત્યારા 3 દિવસ રિમાન્ડ પર