રથયાત્રા રૂટનું SP દ્વારા નિરક્ષણ

2509

ગુજરાતમાં બીજા નંબરની ભાવનગર શહેરમાં આગામી ૧૪ જુલાઈના રોજ ભગવાન જગન્નાથજીની રથયાત્રા શહેરના રાજમાર્ગો પર ફરશે. જેની ભગવાન જગન્નાથજી રથયાત્રા સમિતિ દ્વારા તડમાર તૈયારીઓ શરૂ કરી દેવાઈ  છે. ભીખુભાઈ ભટ્ટ પ્રેરીત ભગવાનની રથયાત્રા નીત્ય માર્ગ પર ફરશે અને નગરજનોને દર્શન આપશે.

૧૪ જુલાઈ અને અષાઢી બીજના રોજ નિકળનારી રથયાત્રા અનુસંઘાને પોલીસ તંત્ર પણ સજ્જ થઈ ગયું છે. અને જાહેર માર્ગો સર્કલો સહિતના વિસ્તારોમાં વાહન ચેકીંગ સહિતની કામગીરી હાથ ધરી છે.

ભાવનગર પોલીસ વડા પી.એલ.માલ દ્વારા આજરોજ રથયાત્રા ૧૮ કિલોમીટરના રૂટનું નિરક્ષણ કર્યું હતું.

જેમાં ડીવાયએસપી મનીષ ઠાકર, એલ.સી.બી., એસ.ઓ.જી. તથા તમામ ડીવીઝનોના પી.આઈ. પી.એસ.આઈ. તથા સ્ટાફ જોડાયો હતો. હાલમાં જ ભાવનગર શહેરમાં નવનિયકુત પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓએ રથયાત્રા રૂટનું નિરક્ષણ કર્યું હતું.

પોલીસ તંત્ર દ્વારા રથયાત્રાને ધ્યાનમાં લઈ શહેર- જિલ્લામાં દારૂ-જુગાર પર તવાઈ બોલાવી દીધી છે. પોલીસ તંત્ર રોજ દારૂ-જુગારના કેસ તેમજ ગુનાહીત પ્રવૃત્તિ સાથે સંકળાયેલા લોકો પર બાજ નજર રાખી રહી છે. પોલીસ રથયાત્રા અનુસંઘાને કાઉન-ડાઉન શરૂ કરી દીધું ત્યારે તોફાની તત્વો કે આવારા તત્વો ભુર્ગભમાં છુપાઈ ગયા છે.

Previous articleસ્વચ્છતા સર્વેક્ષણમાં પાલિતાણા ૬પપમાં ક્રમે
Next articleડેવલોપીંગ ઇન્ટર-પર્સનલ સ્કીલ બાબતે વર્કશોપનું આયોજન