બોરતળાવ પાસે પ્રોવિઝન સ્ટોરમાંથી રોકડની ચોરી

1532

શહેરના બોરતળાવ રોડ પર આવેલ બે શટરની દુકાનના કોઈ અજાણ્યા તસ્કરો મોડી રાત્રે તાળા-નકુચા તોડી અંદર પ્રવેશ કરી દુકાનમાંથી ચીજવસ્તુઓ તેમજ રોકડ રૂપિયાની ચોરી કરી લઈ ગયા છે.  બનાવ અંગે દુકાન માલિકે  બોરતળાવ પોલીસમાં ફરિયાદ કરવાની તજવીજ હાથ ધરી હતી.

પ્રાપ્ત વિગત મુજબ શહેરના બોરતળાવ રોડ પર આવેલ પંજવાણી પ્રોવિઝન સ્ટોરના ગતરાત્રી રાત્રીના કોઈ અજાણ્યા ઈસમો તાળા તોડી અંદર પ્રવેશી કરી દુકાનમાંથી સિગારેટ પેકેટો રોકડ પાંચ હજાર, ચાંદીનો સક્કો સહિતના માલ સમાન મળી કુલ રૂા. ૮ર,પ૦૦ની ચોરી કરી નાસી છુટયા વહેલી સવારે દુકાનમ ાલીક મોરલીભાઈ પંજાવણીને દુકાનમાં ચોરી થયાની જાણ થતા તુરંત બોરતળાવ પોલીસ મથકે દોડી જઈ બનાવ અંગે ફરિયાદ આપવા તજવીજ હાથ ધરી હતી.

Previous articleકોંગ્રેસનાં નવા હોદ્દેારોનું સન્માન
Next articleજેસરના તાંતણીયા ગામે શંકાસ્પદ રીતે ફરી રહેલ યુવકને ગ્રામજનોએ લમધાર્યો