ગીર-સોમનાથમાં ભાજપના બીચ-ફેસ્ટિવલનો ફિયાસ્કો

694
guj1032017-8.jpg

સોમનાથ ખાતે આજથી પ્રારંભ થયેલા બીચ ફેસ્ટિવલનો ફિયાસ્કો થયો હતો. જેમાં પ્રજાએ ભાજપના વધુ એક તાયફાનો સ્વૈચ્છિક બહિષ્કાર કર્યો હોય તેમ સમારોહના સ્થળ પર મોટાભાગની ખુરશીઓ ખાલીખમ નજરે પડી હતી. આ સમારોહમાં રાજ્યમંત્રી શ્રોતાઓ વિનાની ખાલી ખુરશીઓને સંબોધતા જોવા મળ્યા હતા. રાજ્યના પ્રવાસન વિભાગ દ્વારા પ્રજાના ટેક્ષના પૈસાનું ખોટા તાયફાઓ કરી પાણી કરાઇ રહ્યું છે. જેનો વધુ એક નમુનો સોમનાથના દરિયાકિનારે આયોજીત બીચ ફેસ્ટીવલના પ્રારંભે જોવા મળ્યો હતો અને રાજ્યમંત્રી બારડ સહિતના આગેવાનો જેમ-તેમ ખાલી સભા સંબોધી કાર્યક્રમ ટુંકાવી નિકળી ગયા હતા. 
રાજ્યના પ્રવાસન વિભાગની કામગીરી સામે છાશવારે અનેક સવાલો ઊભા થાય છે ત્યારે આજે સોમનાથના સમુદ્રતટે એક માસ સુઘી ચાલનારા બીચ ફેસ્ટીવલને રાજ્યમંત્રી જશા બારડ, પ્રવાસન વિભાગના ઝવેરીભાઇ ઠકરાર સહિતના નેતાઓ અને હોદ્દેદારોએ ખુલ્લો મુકયો હતો. ત્યારબાદ આજે ગણેશ સ્તૃતિ, શિવતાંડવ, ટ્રેડીશનલ રાસ સહિતનાં સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ થયા હતા પરંતુ પ્રવાસીઓ અને સ્થાનિકોએ આ કાર્યક્રમનો બહિષ્કાર કર્યો હોય તેમ ફેસ્ટિવલના સમારોહ સ્થળે મોટાભાગની તમામ ખુરશીઓ ખાલી જોવા મળી હતી. 
રાજ્યમંત્રી જશા બારડ સહિતનાઓએ આ ખાલીખમ સભાને સંબોધન કર્યું હતું અને પાંખી હાજરીના કારણે આ મહાનુભાવો કાર્યક્રમ ટૂંકાવી નીકળી ગયા હતા ત્યારે પ્રજાના કરોડોના ખર્ચે યોજાતા આવા ફેસ્ટિવલનો ફિયાસ્કો થતા આના માટે જવાબદાર કોણ અને પ્રજાના પૈસા વેડફાવા પાછળ જવાબદારો સામે કોઇ પગલા ભરાશે કે કેમ? તેમજ આગામી દિવસો માટે ભીડ એકઠી કરવાના ચક્રો ગતિમાન કર્યા હોવાનું સૂત્રો જણાવી રહ્યા છે.

Previous articleગુજરાતની ચૂંટણી ડિસે.ના પ્રથમ સપ્તાહમાં : શાહ
Next articleભાજપની ટોચની મહિલા નેતાનો ધડાકો : મારૂં પણ જાતીય શોષણ થયું છે