રાજુલાના છતડીયા પાસે ખડેશ્વરી આશ્રમ ખાતે બ્રહ્મલીન રામેશ્વરગીરી (ખડેશ્વરી બાપુ)ની મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ત્રિ-દિવસીય મહાયજ્ઞ અને સંતવાણી કાર્યક્રમનું ભ્વય આયોજન.
રાજુલા તાલુકાના છતડીયા ગામ પાસે ખડેશ્વરી આશ્રમના મહંત બ્રહ્મલીન રામેશ્વર ગીરી (ખડેશ્વરી બાપુ)ની મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું મહાયજ્ઞ સાથે ત્રિ-દિવસીય કાર્યક્રમનું આજે વિશ્નુભાઈ પનારાનો સંતવાણી કાર્યક્રમ યોજાશે. તેમાં મુખ્ય આયોજક ૧૦૦૮ મહંત મહામંડલેશ્વર સ્વામિ ઈશવરાનંદ ગીરી મહારાજ (પંજાબ) પંચ દશનામ મહા નિર્વાણી અખાડા, સરહિન્દ શહેર લઘુમહંત પ્રકાશનંદગીરી આનંદ યોગ આશ્રમ છતડીયા તેમજ આનંદ યોગ આશ્રમ ટ્રસ્ટ તથા સમસ્ત છતડીયા ગામ અને સેવક સમુદાય તેમજ વિવિધ મુખ્ય યજમાનો દ્વારા વિવિધ પ્રસંગના ખર્ચના દાતાઓ તેમજ ભોજનના દાતાઓ દ્વારા પ્રસંગો ઉજવાય રહ્યા છે. તેમજ ત્રિદિવસીય યજ્ઞના આચાર્ય શાસ્ત્રી હિંમાશુ જગદીશચંદ્ર તેમજ ભરતભાઈ વી. ત્રિવેદી દ્વારા ગંગનચુંબી વેદોકત મંત્રોચ્ચારથી ગગન ગાજી રહ્યું છે.