ગુજરાત રાજ્ય આપત્તિ વ્યવસ્થાપન તંત્ર અને જિલ્લા વહીવટી તંત્રના સંયુક્ત ઉપક્રમે બોટાદ જિલ્લા કલેક્ટર સુજીત કુમાર તેમજ ડિઝાસ્ટર રિસ્ક મેનજમેન્ટ પ્રોગ્રામના નોડલ અધિકારી અને નિવાસી અધિક કલેક્ટરશ્રી બી.વી.લીંબાસીયાના માર્ગદર્શન હેઠળ તા.૨૬/૦૬/૨૦૧૮ના રોજ જોટિંગડા પ્રા. શાળા ખાતે શાળા સલામતી સપ્તાહની તાલુકા કક્ષાની ઉજવણી કરવામાં આવી હતી.
આ કાર્યક્રમમાં ગુજરાત રાજ્ય આપત્તિ વ્યવસ્થાપન તંત્ર તરફથી આવેલ અધિકારી સુખ્રીત બાજવા અને જિલ્લા આપત્તિ વ્યવસ્થાપન અધિકારી કે.એમ.ઠાકોર દ્વારા ભૂકંપ, આગ, અકસ્માત, પૂર અને વાવાઝૉડું જેવી આપત્તિઓ અને તેના વ્યવસ્થાપન અંગે વિધ્યાર્થીઓને માહિતગાર કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે નગરપાલિકા પ્રમુખ મહાસુખભાઈએ કુદરતી અને કૃત્રિમ આપત્તિઓ વિષે વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપી સજાગ રહેવા જણાવ્યું હતુ. આ તકે ફાયર ટીમ દ્વારા ફાયર સેફ્ટી મોકડ્રીલ અને ફાયરના સાધનોનું પ્રદર્શન કરી વિદ્યાર્થીઓને આગ સલામતી બાબતે સચેત કરવામાં આવ્યા હતા. આ સમગ્ર કાર્યક્રમમાં આપત્તિ વ્યવસ્થાપન મામલત્તદાર એન.આઇ.બ્રહ્મભટ્ટ, ફાયર ઓફિસર રાજુભાઇ ધાધલ, હોમગાર્ડ સ્ટાફ સુપરવાઈઝર અને આપદા મિત્ર ધર્મેન્દ્રસિંહ ડોડીયા ઉપસ્થિત રહ્યાં હતા.