શહેરના ફુલસર વોર્ડમાં પેવર બ્લોક, આરસીસી ભાજપા પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણી મેયર, ડે. મેયર સહિતના હોદ્દેદારોની હાજરીમાં યોજાયા હતાં.
શહેરનો ફુલસર વોર્ડ વર્ષોથી વિકાસ કાર્યોની રાહમાં હોય જે સંદર્ભે ભાવનગર મહાપાલિકા દ્વારા રૂા. ૭૭ લાખના ખર્ચે ૧૯ જેટલા વીકાસ કામો મંજુર કરવામાં આવતા આ કાર્યોનું આજરોજ વિધીવત્ ખાત મર્હૂત યોજવામાં આવ્યું હતું. ગુજરાત ભાજપા પ્રદેશ પ્રમુખ જીતુભાઈ વઘાણીના હસ્તે કરાયેલ ખાતમહૂર્તમાં કાંગસીયાવાસમાં પેવર બ્લોક તથા પ્રાથમિક શાળા પાસે પેવર બ્લોક, આરસીસી રોડ તથા ગામથી સ્મશાનને જોડતા રોડનો સમાવેશ થાય છે. આ કાર્યક્રમમાં મેયર મનભા મોરી, ડે. મેયર અશોકભાઈ બારૈયા, સ્ટેન્ડીંગ કમિટિના ચેરમેન યુવરાજસિંહ ગોહિલ, શાસક પક્ષના નેતા પરેશભાઈ પંડયા, દંડક જલનકાબેન રાજેશ પંડયા, સહિતના હોદ્દેદારો તથા અધિકારીગણ ઉપસ્થિત રહ્યા હતાં.