ભાવનગર શહેર જિલ્લામાં છેલ્લા ત્રણ દિવસથી બાળકોને ઉપાડી જતી ગેંગ આવી હોવાની સોશ્યલ લીમડીયા દ્વારા અફવા ફેલાઈ છે. જે અંગે ભાવનગર એસ.પી. દ્વારા પ્રેસ મીડીયા મારફતે લોકોને ખોટી અફવા ન ફેલાવા અને ખોટા મેસેજથી ભરમાઈ ન જવાં અપીલ કરવામાં આવી છે.
ભાવનગર શહેર જિલ્લામાં બાળકો ઉપાડી જતી ગેંગઅંગે સોશ્યલ મિડીયા દ્વારા મેસેજ ફરતા થયા હતા જે બાબતે લોકોમાં ભયનો માહોલ છવાયો હતો જેમા નિર્દોષ ભીક્ષુકો અને અસ્થીર મગજના લોકો ટોળાની ઝપટે ચડ્યા હતા અને ટોળાઓએ ઢોર માર મારી પોલીસને સોપ્યા હતા પોલીસે તે બાબતની ખરાઈ કરતાં તે વાત તંદન ખોટી શાબીત થઈ હતી શોસ્યલ મીડીયા દ્વારા થતા આવા મેસેજથી એસ.પી.માલ દ્વારા પ્રેસ કોન્ફરન્સ બોલાવી લોકોને અપીલ કરાઈ છે કે લોકોના ધ્યાને આવી કોઈ બાબત કે શંકાસ્પદ લોકો ધ્યાને આવે તો પોલીસને જાણ કરે કોઈ ફાયદો હાથમાં ન લે અને ખોટી અફવા ફેલાવનારા પર કાયદેસર કાર્યવાહી કરાશે.