પ્રજાપતિ સમાજના શિક્ષણ ભવનનું ભૂમિપૂજન કરાયું

827
bvn1032017-8.jpg

પ્રજાપતિ સમાજના બાળકોને ભાવનગર શહેરના આંગણે રહેવા જમવા સાથે ઉચ્ચ શિક્ષણ પણ મળી રહે તે અર્થે અદ્યતન શિક્ષણ ભવન નિર્માણ કરવાનો નિર્ણય કરાયો છે. જે અર્થે ભવનનું ભૂમિપૂજન યોજાયું હતું.અખિલ ગુજરાત પ્રજાપતિ સંઘ દ્વારા ભાવનગર ખાતે અદ્યતન શિક્ષણ ભવનનું નિર્માણ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. જે અન્વયે અધેવાડા ખાતે ભૂમિપૂજન સોમવાર ર ઓક્ટોબરના રોજ વિશાળ સંખ્યામાં ઉપસ્થિત સંતો-મહંતો તથા પ્રજાપતિ કુંભાર જ્ઞાતિના અગ્રણીઓ વચ્ચે યોજાયો હતો. ભાવનગરમાં શિક્ષણ ક્ષેત્રે તમામ ફેકલ્ટીની સુવિધાઓ સાથે ઉચ્ચત્તમ શિક્ષણ અને વિદ્યાર્થીઓનું ઉત્તમ ઘડતર થતું હોવાના કારણે અખિલ ગુજરાત પ્રજાપતિ સંઘ દ્વારા ભાવનગરમાં શિક્ષણ ભવન બનાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. ભાવનગર સિવાય રાજ્યમાં કોઈપણ શહેરમાં આ પ્રકારે સુવિધા ઉપલબ્ધ નથી. આ ભૂમિપૂજનમાં જ્ઞાતિના અગ્રણી દલસુખભાઈ પ્રજાપતિ, જીતુભાઈ, કેશુભાઈ, ધીરૂભાઈ, મુકેશભાઈ રતીભાઈ, ડી.એમ. ફટાણીયા, સ્નેહલબેન સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યાં હતા.

Previous article ગાંધી જયંતિ નિમિત્તે વિવિધ કાર્યક્રમો
Next article ભાવનગર વૃધ્ધાશ્રમ ખાતે વિશ્વ વૃધ્ધદિનની ઉત્સાહભેર ઉજવણી