હાથબ ગામે જુવારમાં છુપાવેલો ઈંગ્લીશ દારૂનો જથ્થો ઝડપાયો

787
bvn1032017-11.jpg

વરતેજ તાબેના હાથબ ગામે રહેતા કોળી આધેડના ખેતરમાં વાવેલ લીલી જુવારમાં મુકેલ અલગ-અલગ બ્રાન્ડની પરપ્રાંતિય દારૂની ૩ર બોટલ (૩ પેટી) વાડી માલિકની સતર્કતાથી વરતેજ પોલીસે કબ્જે લઈ આગળની કાર્યવાહી હાથ ધરી છે.
સમગ્ર બનાવ અંગે જાણવા મળેલ વિગતો અનુસાર ઘોઘા તાલુકાના હાથબ ગામે રહેતા અને ખેતી સાથે સંકળાયેલા કોળી કાનાભાઈ લાખાભાઈ જેઠવા ઉ.વ.૪પ ગત મોડી રાત્રે પોતાની વાડીએ વાવેલ જુવારમાં પાણી પાવાનું કાર્ય કરી રહ્યાં હતા તે વેળા જુવારના જથ્થામાં છુપાવેલ વિદેશી દારૂ ભરેલ બોકસ નઝરે ચડતા તેમણે ગ્રામજનો તથા વરતેજ પોલીસને જાણ કરતા પીએસઆઈ સહિતનો પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો અને અલગ-અલગ બ્રાન્ડની કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો અને અલગ-અલગ બ્રાન્ડની શરાબની બોટલ નંગ-૩ર કબ્જે કરી હતી. પોલીસે હાથ ધરેલ પ્રાથમિક તપાસમાં આ જથ્થો હાથબ ગામે રહેતા અને લાંબા સમયથી દેશી-વિદેશી શરાબનો વેપલો કરતા વિજય જગા જેઠવા તથા મેહુલ ધરમશી જેઠવા રે.બન્ને કાળીવાવ વિસ્તાર હાથબવાળાનો હોવાનું માલુમ પડેલ. હાલ પોલીસે શરાબનો જથ્થો કબ્જે કરી નાસી છુટેલ બુટલેગરોને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે.

Previous article ભાવનગર વૃધ્ધાશ્રમ ખાતે વિશ્વ વૃધ્ધદિનની ઉત્સાહભેર ઉજવણી
Next article શહેરના બોરતળાવ વિસ્તારમાં રોડ-રસ્તા-ડ્રેનેજ સહિતના વિકાસ કાર્યો ટલ્લે ચડ્યા