રાજુલા તાલુકામાં વિજ પ્રશ્ને ગ્રામજનો આંદોલનના મુડમાં

1467

રાજુલા તાલુકાના જાપોદર નવી જુની માંડરડીના સરપંચો ગામ લોકો દ્વારા રાજુલા પીજીવીસીએલ કચેરીએ કર્યો ઘેરાવ અવારનવાર વીજ ધાંધીયાથી લોકો ત્રાહીમામ થતા અવાર નવાર કરેલ રજુઆતને ધ્યાને નહી લેતા જાપોદર સરપંચ મનુભાઈ ધાખડાની આગેવાનીમાં માંડરડી ગામના સરપંચ ગીતા બહેન સાથે ત્રણ ગામના આગેવાનો સહિત ગામ લોકોએ કાર્યપાલક ઈજનેર સેનીને કરી રજુઆત જ્યોતિગ્રામ માત્ર કહેવાનું છે ધારનાથ ફીડરમાં વીજ થતા કાયમી વીજધાંધીયાથીને બાબરીયા ધાર વાળી લાઈનમાં જોઈન્ટ કરી આપવા રૂબરૂ આવેદન પત્ર દેવાયુ અને અમારી માંગ નહી સ્વીકારાય તો પ્રથમ ગાંધી ચીંધ્યા માર્ગેથી ઉગ્ર આંદોલન કરવા મજબુર થઈશુ જે આપ ગંભીરતાથી નોંધ લઈ ઘટતુ કરસે ત્યારે કાર્યપાલક ઈજનેર સેની આશ્વાસન આપતા મામલો શાંત પડ્યો પણ આજે તે વાતને ૪ દિવસ થયા હજી સુધી કોઈ કાર્યવાહી ન થતા ગામ લોકોમાં ચળવળ આંદોલન કરવાની ફરજ પડશે તેવા ચક્રોગતીમાન થયા છે.

Previous articleવિદેશી શરા, કાર મળી કુલ ર.૧૬ લાખનો મુદ્દામાલ જપ્ત
Next articleઈશ્વરિયમાં શાળા પંચાયત ચૂંટણી