રાજુલા ખનીજ ચોરી પ્રકરણે ૬ આરોપીઓ ઝડપાયા

1098

અલ્ટ્રોટેક સિમેન્ટ કોવાયા તા-રાજુલાની માઈઈન્સમાંથી કીમતી મટીરીયલ ઉપાડવાનો જે જમીન માલીકોને તેની જમીન કંપનીને વેચાતી આપી હોય તેવા વેચનાર જમીન માલીકોને રોજીરોજીરોટી માટે લેટર આપેલ પણ આ કૌભાંડ ત્યારે પકડાયુ કે કંપનીના વે બ્રીજ હજ જાફરાબાદ તેમા કંપનીના બે કર્મચારી એક માઈન્સના મેનેજર વિનય શિતલ ે અને સોફટવેરની ચકાસણી કરી બીલો બનાવવાનો સદામ મન્સુરીએ વાહન માલીકો સાથે મીલી ભગત કરી સોફટવેરમાં ગાડીમાં મટીરીયલ વજર હોય તેના કરતા વધારે વજન બતાવે અને તેવુ મેનેજર વિનય શિતલે મેનેજરને નજરમાં આવતા મુંબઈ સુધી કંપનીની હેડ ઓફિસે જાણ કરતા કંપની તરફથી આ બાબતે કાર્યવાહી કરવા લીલીઝંડી આપતા વિનય શિતલે જાફરાબાદ પોલીસ મથકના પી.આઈ કે.ટી. ચુનુરાને ફરિયાદ નોંધાવતા ચનુરાએ ઓપરેટર સદામે કરેલ સોફટવેરની ગોલમાલ છેલ્લા ૬ મહીનાથી ચાલતા કંપનીને કરોડો રૂપિયાનો ચુનો લગાવી દીધેલ ત્યારે પીઆઈ ચનુરા જિલ્લા ડી.એસ.પી.કે જેની કૌભાંડની જાણ કરતા તાત્કાલીક આદેશો કર્યા જેટલી ગાડીઓ માઈન્સમાં ચાલે છે તેને તાબડતોબ જપ્ત કરો રાજુલાના પી.આઈ. યુડી જાડેજા સહિત કાફલો ઉપરાંત પીપાવાવ મરીન ડુંગર પોલીસ મથકનો કાફલો અને ખાંભા પોલીસ કાફલાએ ઓપરેશન શરૂ કરી એક પછી એક ૩૦ ગાડીઓ પકડી પાડી અને તમામને જાફરાબાદ પોલીસ મથકે ડ્રાઈવરો સાથે ડીટેઈન કરી તમામ ડ્રાઈવરોના નિવેદનો લઈ જેની જેની ગાડીઓના મુળ માલીકોની ઉપર ફરીયાદ દાખલ કરી ડ્રાઈવરોને ઘોડી મુકેલ અને તમામ વાહન માલીકો ભુગર્ભમાં ઉતરી ગયા તમામ આરોપીઓને જાફરાબાદ પીઆઈ કેટી ચનુરાએ ઝડપી પાડી ધોરણસર કાર્યવાહી કરવા તેના સ્ટાફના હેડ કો. આઈ.એલ.ગોહિલ, પી.ડી. કલસરીયા, વી.વી. ડાભી પો.કો.અજયભાઈ તથા પ્રવિણભાઈના સ્ટાફ સહિતે આરોપી વાહન માલીક જબરાભાઈ ટપુભાઈ વાઘ કોવાયા ભગતભાઈ લખમણભાઈ વાઘ હીડોરણા, નનાભાઈ ભાણાભાઈ લાખણોત્રા, કોવાયા ભાણાભાઈ અમરાભાઈ રામ ભેરાઈ, લાભુભાઈ બાલુભાઈ વાઘ કોવાયા, રાજેશભાઈ રામ ભેરાઈ, લાભુભાઈ બાલુભાઈ વાઘ કોવાયા, રાજેશ મેઘાભાઈ મકવાણા રે. બાબરકોટ, કનુભાઈ વેલજીભાઈ સાંખટ બાબરકોટ સહિતને પકડી પાડી અલ્ટ્રાટેક કંપનીના સોફટવેરમાં ઓપરેટર સદામ સાથે મીલીભગત કરી કરોડો રૂપિયાનું કંપનીને નુકશાન પહોચાડ્યાની ફરિયાદ ધોરણસર કાર્યવાહી કરી તમામ આરોપીઓને અમરેલી જેલ હવાલે કરી દીધેલ.

Previous articleરાજદ્રોહ કેસ, હાર્દિકની મુશ્કેલીમાં વધારો, ૬ જુલાઇએ સુનાવણી
Next articleકારોબારી બેઠકમાં વહીવટી ક્ષતિઓ અંગે સભ્યોમાં રોષ