બાબરીયાવાડમાં મોસમના પહેલો વરસાદ ઝરમર થઈ ગાયબ થતા ખેડૂતોએ કરોડો રૂપિયાના ખાતર મોંઘાભાવનું બિયારણ આગોતરા કોરા ખેતરમાં વાવણી કરતા આવ્યા છે તેમ વાવણી કરી દીધેલ અને કુદરત સાથે ખેડૂતો એક જાતનો જુગાર રમતા આવ્યા છે પણ જ્યાં કુંદરત રૂઠે ત્યાં બીચારો ખેડૂત કરે પણ શું ધાતરવડી જેવા ડેમો શયડી પણ કોરા ધાકોડ હોય તળના કુવામાં પણ કાંકરા ઉઠતા હોય ક્યાંયથી પણ પાણીની સગવડ પણ થાય એમ ન હોય આ બાબતે મીઠાપુર સરપંચે શાંતિભાઈ વરૂ, ઉપસરપંચ હરેશભાઈ ભાલીયાએ તાલુકા પ્રમુખ કરણભાઈ બારૈયાને અને રાજુલા તાલુકાના જિલ્લા પંચાયત વિરોધ પક્ષના નેતા સુકલભાઈ બલદાણીયાએ માજી ધારાસભ્ય હીરાભાઈ સોલંકી દ્વારા રાજ્ય સરકારમાં ખેડૂતો પાઈમાલ થયા બાબતે રજૂઆત કરી કે સરકાર ખેડૂતોને સહાય આપે તો જ ખેડૂત બની શકે નહીતર ખેડૂત હાલ માથે લેણુ કરી કરીને અંતે પાયમાલ થઈ ગયો છે તેવી ગંભીરતાપૂર્વક રજૂઆત કરી છે. જેમાં રાજુલા તાલુકાના ખાખબાઈ થી લઈ વડ ભચાદર, ઉચૈયાથી દાંતરડી, વિક્ટર સુધીના ૧૦ ગ્રામો તેમજ જાફરાબાદના કાગવદર, મીઠાપુર, નાગેશ્રી, દુધાળા, ધોળાદ્રી, હેમાળ, નવી-જુની જીકાદ્રીથી વઢેરા, બલાણા, રોહીસા, ચિત્રાસર, ધારાબંદર, સોખડા, ઘેસપુર, કડીયાળી, નાના મોટા સાકરીયા, ભાડા, ટીંબીથી બાબરકોટ, મીતીયાળા, લુણસાપુર, લોઠપુર, ભાંકોદર તેમજ કોવાયા, ભેરાઈ, રામપરાથી બારપટોળી સહિત ગામોના ખેડૂતોએ આગોતરા વાવણીમાં વાવેલ મોંઘા ભાવનું બિયારણમાં અપુરતા વરસાદે માત્ર બિયારણમાં કોંટા કાઢેલ અને વરસાદ ન આવતા બળી ગયેલ.