કલોલના છત્રાલ ગામે કારખાનેદાર અશોક પટેલની હત્યાના બનાવમાં એક આરોપી હજુ પોલીસની પકડમાં આવ્યો નથી. અશોકભાઇના બેસણાના પ્રસંગમાં વિહિપના પૂર્વ અધ્યક્ષ પ્રવિણભાઇ તોગડિયાએ હાજરી આપતા માહોલ ગરમાયો હતો.
ડૉ. તોગડિયાએ એક આરોપી ફરાર રહ્યાની વાતને સરકાર અને પોલીસની નિષ્ફળતા ગણાવવાની સાથે કાળુમિંયા નામના શખ્સને ભાગેડુ જાહેર કરીને તેની સંપતિ જપ્ત કરવા તથા તેમની ગેરકાયદે સંપતિ મુદ્દે ઇન્કમટેક્સની રેડ કરવાની માગણી કરી હતી. હત્યારાઓને ફાંસી થાય તેવી વ્યવસ્થા સરકાર કરે તેમ પણ જણાવ્યુ હતું. તિખ્ખા ઉચ્ચારણો માટે જાણિતા પ્રવિણ તોગડિયાએ આ કેસમાં સરકારી વકિલની જગ્યાએ તેઓ કહે તે ખાનગી વકીલને રાખવાની સરકાર સમક્ષ માગણી કરી હતી.
બેસણામાં આવેલા પ્રવિણ તોગડિયાએ કહ્યું કે અશોક પટેલનો કેસ ફાસ્ટ ટ્રેક કોર્ટમાં ચલાવો અને જેમને આરોપીઓ પ્રત્યે પ્રેમ હોય તેઓ પાકિસ્તાન જતા રહે, કાળુમિંયા શું કોઇનો અબ્બાજાન છે, તો તેની ધરપકડ કરવામાં નથી આવતી, તેવો પ્રશ્ન ઉઠાવ્યો હતો.
તેમણે કહ્યું કે ભારતમાં અશોકભાઇ જેવા નાગરિકો, દેવામાં બવાથી ખેડૂતો અને સરહદ પર સૈનિકો સલામત રહ્યાં નથી. તેમણે મૃતક અશોકભા પટેલના પરિવારજનોને સાત્વના પાઠવવાની સાથે આ પરિવારની ચિંતા કરવામાં આવશે તેમ જણાવ્યુ હતું.