શહેર જિલ્લામાં છુટો છવાયો વરસાદ

2425

ભાવનગર શહેર તથા જિલ્લામાં બપોરના સમયે હળવો વરસાદ વરસ્યો હતો લોકો ધોધમાર મેઘમહેરની ઝંખના કરી રહ્યા છે પરંતુ ઝાપટા વરસા લોકોમાં નિરાશા વ્યાપી રહી છે.

છેલ્લા બે સપ્તાહ કરતા વધુ સમયથી અવાર-નવાર રાજ્યનું હવામાન વિભાગ સૌરાષ્ટ્ર-કચ્છમાં ભારેથી અતિભારે વરસાદની ચેતવણી જાહેર કરે છે જેમા ભારેથી અતિભારે વરસાદની ચેતવણી વાળા શહેરોમાં ભાવનગરનો પણ સમાવેશ કરાઈ છે. પરંતુ હવામાન વિભાગે જાહેર કરેલી આગાહી ભાવનગર માટે ઠગારી નિવડી રહી હોવાની ફરિયાદ લોકો કરી રહ્યા છે. ભારે વરસાદની વાતતો દુર આગાહીના દિવસો દરમિયાન ભારે ઝાપટુ પણ નથી વરસતુ લોકો આતુરતા પૂર્વક ભરપૂર મેઘ મહેરની રાહ જોઈ રહ્યા છે ત્યારે આજે ભાવનગર શહેર તથા ગ્રામ્ય પંથકમાં છુટ્ટા છવાયો વરસાદ થયો છે.  ભાવનગર શહેરમાં બપોરના સમયે વાદળો ઘેરાયા હતા અને અચાનક ભારે પવન સાથે જોરદાર વરસાદનું ઝાપટુ પડ્યું હતું અને રસ્તાઓ ઉપર પાણી ફરી વળ્યા હતા. જ્યારે જોરદાર વરસાદના ઝાપટામાં લોકોએ ન્હાવાની મોજ માણી હતી તો રસ્તામાં વાહન ચાલકો ભીંજાયા હતા.

ભાવનગર શહેર ઉપરાંત સિહોર, સોનગઢ, પાલીતાણા, ગારિયાધાર, વલ્લભીપુર, ઘોઘા, મહુવા તથા તળાજા પંથકમાં પણ બપોર બાદ હળવા-ભારે વરસાદના ઝાપટા પડ્યા હતા. જેના કારણે લોકોને ગરમીથી રાહતનો અનુભવ થયો હતો. કેટલાક ગામડાઓમાં તો એક થી દોઢ ઈંચ જેટલો વાવણીલાયક વરસાદ પડતા ખેડૂતોમાં આનંદની લાગણી છવાઈ હતી. ભાવનગર શહેર અને જિલ્લામાં આજે બપોર બાદ પડેલા છુટા છવાયા વરસાદના કારણે તાપમાનમાં ઘટાડો નોંધાયો હતો. અને લોકોએ ઠંડક મેળવી હતી.

Previous articleસિહોર પંથકમાં વરસાદ, લોકોમાં આનંદ
Next articleગુજરાતની આઈ ક્રિએટ સાથે ઇઝરાયેલના ત્રણ કરાર થયા