દાઠા પો.સ્ટે.ના અપહરણના ગુનાનો નાસતો-ફરતો આરોપી ઝડપાયો

1159

ભાવનગર જિલ્લાના દાઠા પોલીસ સ્ટેશનના અપહરણના ગુન્હા રજી. નંબર ફર્સ્ટ ર/ર૦૧પ, ઈ.પી.કો. કલમ ૩૬૩, ૩૬૬ વિગેરે મુજબના કામે નાસતો ફરતો આરોપી મનુભાઈ જૈતાભાઈ ધાખડા હાલ ભાવરડી ગામે આવેલ હોવાની ચોક્કસ બાતમી આધારે ગઈ રાત્રિના અમરેલી એલસીબી ટીમે વોચ ગોઠવી આરોપી મનુભાઈ જૈતાભાઈ ધાખડા, ઉ.વ.ર૩, રહે.ભાવરડી, તા.ખાંભા, જિ.અમરેલીવાળાને ભાવરડી મુકામેથી પકડી પાડી ધોરણસરની કાર્યવાહી કરી ખાંભા પોલીસ સ્ટેશન હવાલે કરેલ છે. આમ, છેલ્લા ત્રણ વર્ષથી નાસતા ફરતા આરોપીને પકડી પાડવામાં અમરેલી એલસીબી ટીમે સફળતા મેળવેલ છે.

Previous articleબોટાદ જિલ્લા પંચાયતના ઉપપ્રમુખનું સન્માન કરાયું
Next articleગઢડા સરસ્વતી માધ્ય. શાળામાં રાષ્ટ્રીય તમાકુ નિયંત્રણ કાર્યક્રમ