પાલિતાણા મામલતદાર કચેરીમાં શોકસર્કીટથી પાવર સપ્લાય બંધ

1173

પાલિતાણા તાલુકાની તમામ ગામડા તેમજ શહેરના પ્રજાના કામો મામલતદાર ઓફીસમાં થઈ રહ્યા છે. જેમાં તા. ર જુલાઈના રોજ ઈલેકટ્રીક શોટ સર્કીટ થતા તમામ ઈલે. પાવર સપ્લાય બંધ થતા એમસીબી બળીને ખાખ થઈ ગઈ હતી. અને મામલતદાર કચેરીની સેવાઓ જેવી કે ૭-૧ર ઈઅ, નોનક્રીમીનલ સર્ટીફીકેટ, આવક-જાતિનું પ્રમાણપત્ર અગત્યની કામગીરી સતત આજે બીજે દિવસે પણ બંધ રહેવા પામેલ. બીજો દિવસે રીપેરીંગ શકય ન બનતા ગામડાથી આવેલ વિદ્યાર્થીઓ, ખેડુતોને ખુબ જ મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. તમામ કામગીરી ઓનલાઈન થતા પ્રજાને ખુબ જ મુશ્કેલી વેઠવી પડી હતી. પ્રજાના અગત્યના કામો થવા પામ્યા ન હતાં. સાથો સાથ સબ રજીસ્ટ્રારની કચેરી મામલતદાર કચેરીમાં હોય તે દસ્તાવેજના કામો થઈ શક્યા ન હતાં.

Previous articleગઢડા સરસ્વતી માધ્ય. શાળામાં રાષ્ટ્રીય તમાકુ નિયંત્રણ કાર્યક્રમ
Next articleજાફરાબાદમા ધીમી ધારે ૩ ઈંચ જેટલો વરસાદ પડી ગયો