રાજુલા, જાફરાબાદ, ખાંભા બાબારીયાવડામાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્ર ખેડુતો વેપારીઓથી લઈ મજુર વર્ગ ખુશ ખુશાલ ધીમી ધારે સાડા ચાર ઈંચ વરસાદઆજથી ધરતીપુત્રો વાવણીયા જોડશે.
બાબરીયાવાડમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી ન કોઈ કડાકા ભડાકા ન પવન વાવાઝોડુ ધીમી ધારે ભુખી જમીનમાં ૪ાા ઈંચ ખાબક્યો ખેડૂતો વેપારીથી લઈ મજુર વર્ગની શરોજી શરૂ થઈ જશે લખાય છે. ત્યારે પણ હજી વરસાદ શરૂ જ છે. આજથી ધરતીપુત્રો ધોરી (બળદો)ને સાબદા કરી લાપસીના આંધણ મુકી વાવણી કરવા તડામાર તૈયારીઓ કરી રહ્યા છે. તેમજ આગોતરા કપાસના થયેલ વાવેતરનામાં મોટી રાહત થશે. મેઘરાજનું આગમન થયું મોડું પણ કોઈ નુકશાન વિના ધરતી પુત્રો ખુશ ખુશાલ જોવા મળે છે. તેમજ રાજુલા, જાફરાબાદનો અરબી સમુદ્ર પણ ગાંડો તુર થયેલ હોય કોઈ માછીમારો તેમજ આમ જનતાએ દરીયામાં નહાવા જવા પર પ્રતિબંધ લગાવ્યો છે. ફીશરીશ વિભાગ તેમજ મામલતદાર ચૌહાણ તેમજ પોલીસ મથકના પી.આઈ.આર. ટીચનુરા ડાભી દ્વારા તંત્રને સજાગ કરાયું છે.