શહેરના ઘોઘા રોડ પર આવેલ શિતળા માતાના મંદિર તથા રાજા રામના અવેડા પાસે વ્યાપક ખડકાવામાં આવેલ દબાણો પર મહાપાલિકાના દબાણ હટાવ સેલ દ્વારા જેસીબી ફેરવી કાચા, પાકા મકાનો, દુકાનો, ઓટલા મંદિર સહિતના દબાણો દુર કરી જમીનો ખુલ્લી કરી હતી. આ દબાણો લાંબા સમયથી રોડ નવ નિર્માણ કામમાં બાધા રૂપ હતાં.