ગાંધીનગર, સેક્ટર ૨૧ના એમએલએ ક્વોટર્સમાં ૩૫ વર્ષથી ફરજ બજાવતા પરબતસિંહ એસ વાઘેલા ક્વોટર્સમાં ટેલિફોન ઓપરેટર તરીકે ફરજ બજાવતા હતા. જે વય નિવૃત થતા સન્માન સમારોહ યોજાયો હતો. જેમાં પૂર્વ ધારાસભ્ય અશોક પટેલ, રાજપૂત સમાજના પ્રમુખ રાજનસિંહએ તેમનુુ જીવન સુઃખમય પસાર થાય તેવી શુભેચ્છાઓ પાઠવી હતી.