નાળીયેરી રેસા તાલીમ વર્ગની મુલાકાત લેતા આગેવાનો

1259

ભાવનગર શહેર અને જિલ્લામાં સામાજીક અને યુવા પ્રવૃત્તિઓ કરતા સરદાર યુવા મંડળ-ભાવનગર દ્વારા કાળીયાબીડ ખાતે નટરાજ રીસર્ચ સેન્ટર ખાતે ગુજરાત માટીકામ અને કલાકારી ગ્રામ ટેકનોલોજીના સંસ્થા-ગાંધીનગરના સહકારથી નાળીયેરી રેસા તાલીમ વર્ગ શરૂ કરેલ છે. જેમાં અવનવી ચીજવસ્તુઓ બનાવાની તાલીમ ૩ર બહેનોને અપાઈ રહી છે. આજે તા.પ-૭-૧૮ના રોજ વર્ગની મુલાકાતે શહેર ભાજપ પ્રમુખ સનતભાઈ મોદી, શહેર ભાજપ મહામંત્રી વનરાજસિંહ ગોહિલ તથા રાજુભાઈ બાંભણીયાએ મુલાકાત લીધી તેમજ સાથે સરદાર યુવા મંડળના પ્રમુખ ભરત મોણપરા તથા નટરાજ રીચર્સ સેન્ટરના પારસભાઈ, અજમેરાભાઈ, કેતનભાઈ રૂપેરા ઉપસ્થિત રહેલ.

Previous articleઘોઘા તાલુકા પંચાયતમાં તલાટીઓની બેઠક મળી
Next articleપીપાવાવ ધામના આંદોલનકારીઓને જિલ્લા કલેક્ટર ડાભીએ નોટીસ ફટકારી