પાલિતાણા પંથકમાંથી ૧૩ લાખની વીજચોરી ઝડપાઈ

1323

ભાવનગર જિલ્લાના પાલિતાણા તથા ગારિયાધાર તાલુકામાં પીજીવીસીએલની ટીમો દ્વારા વહેલી સવારે હાઈવે યોજી રૂા.૧૩ લાખની વિજચોરી ઝડપી પાડી છે.

ગ્રામ્ય પંથકમાં ચોમાસા દરમિયાન પીજીવીસીએલના ગ્રાહકોને નિયમિત વિજ પુરવઠો ક્ષતિરહિત રીતે અવિરત મળી રહે તેમજ લાઈન લોસ ઘટાડવા માટે ભાવનગર જિલ્લાના પાલિતાણા તથા ગારિયાધાર તાલુકામાં અમરેલી, વડોદરા, રાજકોટ, સુરેન્દ્રનગર સહિતની ટીમ દ્વારા વહેલી સવારે ગ્રામ્ય પંથકમાં ચેકીંગ હાથ ધરવામાં આવ્યુ હતું જેમા પાલિતાણા ગ્રામ્ય પંથકમાંથી ૨૫ પાલિતાણા શહેરમાંથી ૧૯ તથા ગારિયાધારમાંથી ૨૫ અને ગારિયાધાર ગ્રામ્યમાંથી ૨૬ કનેકશનોમાં યેનકેન પ્રકારે ગેરરીતીઓ ઝડપાતા આ આસામીઓને કુલ રૂા.૧૩,૧૦ લાખનો દંડ ફટકારવામાં આવ્યો હતો ચેકીંગ સ્ટાફ દ્વારા કુલ ૬૦૮ જોડાણો તપાસવામાં આવ્યો હતો.

Previous articleગ્રીનસીટીનો વજ્ર બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન
Next articleએસી. કમ્પ્રેશરમાં બ્લાસ્ટ, ૧નું મોત