ભાવનગર મહાનગર પાલીકાનાં કમિશ્નર ગાંધીનાં આદેશથી એસ્ટેટ વિભાગ દ્વારા ગત મોડીરાત્રીનાં શહેરનાં ઘોઘારોડ તથા દેવુબાગ વિસ્તારમાંથી રસ્તા પહોળા, કરવાનાં મુદ્દે મંદિરો હટાવાતા ભાવિકોમાં રોષ ફેલાવા પામ્યો છે. આગામી દિવસોમાં ભગવાન જગન્નાથજીની રથયાત્રા નિકળનારી હોય ત્યારે જ મંદિરો હટાવતા શાંતિ ડહોળવાનાં પ્રયાસો તંત્ર દ્વારા કરાયા હોવાનાં આક્ષેપો કરાયા હતા ત્યારે આજે વિહિપ સહિત હિંદુ સંગઠનો દ્વારા કલેકટરને આવેદનપત્ર આપી રજુઆત કરાઈ હતી જેમાં રથાયાત્રા સમિતિનાં હરૂભાઈ ગોંડલીયા, વિહીપનાં એસ.ડી.જાની, કિરીટભાઈ મિસ્ત્રી, પારૂલબેન ત્રિવેદી, રામચંદ્રદાસજી તેમજ આગેવાનો, કાર્યકરો જોડાયા હતા.