માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા માર્ચની પરીક્ષામાં બે વિષયમાં નાપાસ થયેલા વિદ્યાર્થીઓની પૂરક પરીક્ષા લેવામાં આવે છે. જેમાં એક વિષયમાં નાપાસ વિદ્યાર્થી પણ કસોટી આપી શકે છે.
ત્યારે બોર્ડ દ્વારા વિદ્યાર્થીઓનુ એક વર્ષ બગડતુ અટકાવવા આજ શુક્રવારથી પુરક પરીક્ષા લેવામાં આવશે. જેમાં જિલ્લામાંથી વિજ્ઞાન પ્રવાહના ૩૨૪ અને સામાન્ય પ્રવાહના ૨૭૬૮ વિદ્યાર્થી પરીક્ષામાં બેસશે. જ્યારે પરીક્ષા ૬થી ૯ જુલાઇ દરમિયાન યોજાશે.
માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા આજથી ધોરણ ૧૨ વિજ્ઞાન, સામાન્ય પ્રવાહમાં એક, બે વિષયમાં નાપાસ થયેલા વિદ્યાર્થીઓ માટે પૂરક પરીક્ષા લેવામાં આવશે. જિલ્લામાંથી વિજ્ઞાન પ્રવાહમાં ૧૨૬૨ અને સામાન્ય પ્રવાહમાં ૫૯૬૧ વિદ્યાર્થીઓ નાપાસ થયા હતા. પરંતુ એક અને બે વિષયમાં નાપાસ થયેલા વિદ્યાર્થીઓનુ એક વર્ષ બગડતુ અટકાવવા માટે પૂરક પરીક્ષાનુ આયોજન કરાય છે. ત્યારે આજથી શરૂ થતી પરીક્ષા ૯ જુલાઇ દરમિયાન યોજાશે.
જિલ્લામાંથી કુલ ૩૦૯૨ વિદ્યાર્થીઓ કસોટીમાં પાર ઉતરવા બેસશે. જ્યારે પરીક્ષાર્થીઓ ચોરી કરવાની પ્રવૃતિઓ પાસ થવા માટે સહારો ના લે તે માટે સીસીટીવી કેમેરા ધરાવતી શાળાઓની જ કેન્દ્ર તરીકે પસંદ કરાયા છે અને પરીક્ષા લેવામાં આવશે.